Buddh Jatak Chintan 1-2
Buddh Jatak Chintan 1-2 by Swami Sachhidanand અઢી હજાર વર્ષ ઉપર બુદ્ધના જીવનકાળમાં કહેલી આ ઘટનાઓ છે. આ જાતકોની કથાઓ આજે પણ પ્રસ્તુત છે. આ જાતકો બહુ હળવાશથી કહેવાયા છે અને લખાયા છે. જેને બૌદ્ધ ધર્મ અને બુદ્ધના અંગત જીવનને જાણવાની ઉત્સુકતા હોય તેને આ જાતકો વાંચવાથી થોડોક લાભ થશે. બુદ્ધમહાન છે તેમાં જરાય શંકા નથી. તોપણ હિન્દુ અવતારો અને ઋષિઓ પણ મહાન જ છે. આમ તો બધા જ ધર્મ પ્રવર્તકો મહાન જ હોય છે. તો પણ રાષ્ટ્ર, સમાજ અને પ્રજાજીવનના મૂળભૂત પ્રશ્નો ઉકેલવામાં કોણ કેટલા સહાયક થઈ શકે છે તે વિચારવું જોઈએ. એક માત્ર અમે સાચા છીએ’ અથવા બધા સાચા છે - આ બંને વાતો પ્રશ્ન ઉપર ધૂળ નાખવા બરાબર છે. સત્યને શોધવું પડતું જ હોય છે, જેમ બુદ્ધે શોધ્યું હતું. માની લીધેલી માન્યતા હોય, પ્રત્યેક માન્યતા હોય જ. તેવું ન કહેવાય. આ જાતક-ચિંતન વિચારકોને ઉપયોગી થશે. એવી આશા. |