Bullet Train


Bullet Train

Rs 390.00


Product Code: 11234
Author: Jule Vern
Delivery: Generally dispatched in 3 to 5 working days time

Quantity

we ship worldwide including United States

સમયની પાર જોઈ શકતા લેખક જુલે વર્નની રોમાંચક અને અદભુત તદ્દન નવી સહકાથાઓ.

'બુલેટ ટ્રેન' એ જૂલે વર્નની વૈજ્ઞાનિક સાહસકથાઓનો સંગ્રહ છે. આ લેખકે આજથી એક સદી પહેલાં કરેલી કલ્પનાઓ આજે વાસ્તવિક બની રહી છે ત્યારે નાનાથી મોટા સૌ વાચકોને આ કથાઓ વાંચવાનો વિસ્મયપ્રેરક ઉત્સાહ જાગે એ સહજ છે. આ સંચયમાં માત્ર વિજ્ઞાનકથાઓ જ નથી, પણ બ્રહ્માંડમાં અને દરિયાઈ પેટાળમાં જળવાઈ રહેલાં રહસ્યોનો તાગ પામવા એક સામાન્ય માનવી કેવાં કેવાં સાહસો કરે છે તેનું સાહસસૌંદર્ય પ્રગટાવતી સાહસકથાઓ પણ છે. આજના સમયમાં '૨૮૮૯ના વર્ષમાં'ની વાત જ વાચકના વિસ્મય અને કુતૂહલની ક્ષિતિજો ખોલી નાંખે છે! 'આદમના અનુજો'માં આવતા ડો. સાફર અને ડો. ઝરટોગના સાહસોની વાત હોય કે કલાકના ૧૮૦૦ કિ.મી.ની ઝડપે દોડતી 'બુલેટ ટ્રેન'ની રોમાંચક વાત હોય - પ્રત્યેક કથામાં આવતું વૈજ્ઞાનિક રહસ્ય વાચકને છેક સુધી જકડી રાખે તેવી કથાશૈલી જૂલે વર્નની વિશેષતા છે. આવી તો અનેક કથાઓ આ સંગ્રહમાં છે જે સૌ વાચકોને આંગળી પકડી વૈજ્ઞાનિક સાહસની રોમાંચક સફર કરાવશે.


There have been no reviews