Secret - Rahasya


Secret - Rahasya

Rs 998.00


Product Code: 10914
Author: Rhonda Byrne
Delivery: Generally dispatched in 3 to 5 working days time

Quantity

we ship worldwide including United States
Secret - One of the best seller books of Rhonda Byrne is now translated in Gujarati named Rahasya. 
 
રોન્ડા બોર્ને પુસ્તકની લેખિકા ની કંપની રેડિઓ અને ટીવી પ્રોગ્રમ પ્રસારિત કરતી હતી. તેમનો કંપની પતનના આરે હતી. એમના ઓડિટરોએ જણાવ્યું કે કંપની ૩ થી ૬ મહિનામાં જ બંધ થઈ જશે. એવા સમયમાં રોન્ડાની મોટી દીકરી હેલીએ એને એક ૧૦૦ વર્ષ જૂની પુસ્તક ભેંટ આપી. આ પુસ્તક સફળતાનાં રહસ્યોના અનુસંધાનમાં લખાયેલી હતી. આ પુસ્તક વાંચ્યા પછી રોન્ડા એટલી હદે પ્રભાવિત થઈ કે એમણે એ લોકોની શોધ શરૂ કરી કે જેઓ એ રહસ્યોના સિધ્ધાતોનું અનુસરણ કરીને સફળ થયા હતા> આ શોધ રોન્ડાને ઓસ્ટ્રેલિયા થી અમેરિકા લઈને આવી. 
 
રોન્ડા ફક્ત ૭ અઠવાદિયામાં એવા ૫૫ લોકોને મળી જેમણે આ પુસ્તકમાં લખાયેલ રહ્સ્યોનું અનુકરણ કરી લાભ મ્ળ્વ્યો હતો. એમાંથી અમુક લોકોની પસંદગી કર્યા બાદ રોન્ડાએ એ લોકોના લક્ષ્ય સાક્ષાત્કાર થયાની ડી.વી.ડી. ઉતારી લાવી. આ ડી.વી.ડી. તેનમણે ટી. વી. અને રેડિયો પ્ર પ્રસારિત કરી. આ ડી.વી.ડી. એટલી લોક્પ્રિય થઈ કે રોન્ડાની કંપની ધુમધામથી ચાલી નીકળી. ડી.વી.ડી. ની લોકપ્રિયતા અને જનકલ્યાણની ભવનાથી પ્રેરિત થઈને રોન્ડાએ આ પુસ્તક ધ સીક્રેટ ની રચના કરી. ધ સીક્રેટ એટલે રહસ્ય. આ પુસ્તકનું ૩૦ ભાષાઓમાં અનુવાદ થયેલ છે. આ પુસ્તકની આજ સુધી ૬૦,૦૦,૦૦૦ નકલો બજારમાં વેચાય ગઈ છે. 
 
ધ સીક્રેટ આકર્ષણનાં સિધ્ધાંત પર આધારિત છે. વિશ્વ અસીમ છે. એ તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરવામાં સક્ષમ છે. તમારે ફક્ત ત્રણ જ વાતો પર ધ્યાન આપવાનુ> છે. 
 
૧. માંગણી : જે પણ તમારી ઈચ્છા હોય્ એની ખુલ્લા દિલથી 
માંગણી કરો. 
 
૨. વિશ્વાસ : વિશ્વાસ કરો કે તમારી ઈચ્છિત વસ્તુ તમને મળી ગઈ છે, કારણ કે જ્યારે તમે તમારી ઈચ્છા વ્યક્ત કરો છો તે જ સમયે એ વસ્તુ અજ્ઞાતમાં સ્થપિત થઈ જાય છે. એટલે કે અજાણી જગ્યામાં મુકેલી હોય છે. હવે તમારે એને લેવાની જ બાકી રહે છે. 
 
૩. સ્વીકારવું {લઈલો} : વિચાર કરો કે એ વસ્તુ તમને મળી ગઈ છે તો તમે કેવી રીતે વ્યવહાર કરશો એ અગત્યનું છે. તમે એવી રીતે તમારો વ્યવહાર બદલી નાંખો. 
 
આ પુસ્તક બીજી બે બાબતઓ પર આપણને વિચાર કરવા કહે છે. 
 
૧. જો તમને તમારી ઈચ્છિત વસ્તુ મળી જાય તો તમે ખુશ થશોને? એવી જ રીતે તમારે હંમેશા ખુશ રહેવાનું છે. અને લોકોને ખુશી વહેંચવાની છે. 
 
૨. વિશ્વ કે વિશ્વની કોઈપણ વ્યક્તિ તમને કંઈક પણ આપે તો એના આભાર માનવો. આભાર પ્રકટ કરવા માટે અંગ્રેજી ભાષામાં ગ્રેટીટયૂડ શબ્દનો ઉપયોગ થાય છે. 
 
આ વિશ્વ અલાદીનનું ચિરાગ છે. જ્યારે તમે આ ચિરાગરૂપી વિશ્વ પાસેથી માંગણી કરશો ત્યારે તેમાં રહેલો જીની કહેશે 'માલિક! તમારી ઈચ્છા, મારા હુકુમ.' અને એક ક્ષણથી પણ પહેલા જ એ તમારી ઈચ્છા પૂરી કરી આપશે પણ શર્ત ફક્ત એટલી જ છે કે તમારે તમારું વલણ હકારાત્મક જ રાખવુ; નકારત્મક નહી. 
 
આ પુસ્તકમાં જાત જાતના અનુભવો બતાવેલા છે. કેવી રીતે લોકોએ આ સિધ્ધાંતોનું પાલન કરીને ધન, સવાસ્થ્ય અને સામાજિક સંબંધો પ્રાપ્ત કર્યો છે એનું વર્ણન છે.

There have been no reviews