Chinta Chodo Sukhe Thi Jivo
This book is translation of the enlish book "How To Stop Worrying And Start Living" that deals with fundamental emotions and ideas.It is fascinating to read and easy to apply. Millions of people have been helped to overcome their worry hobbit. This book can change your life. ડેલ કાર્નેગીના આ પુસ્તકે લાખો લોકોને ચિંતા ઉપર વિજય મેળવવામાં ભરપૂર મદદ કરી છે. આ પુસ્તકની એક કરોડથી વધુ નકલો વેચાઈ ચૂકી છે. અહીં અમલમાં મૂકી શકાય તેવા સુંદર પ્રયોગો આપવામાં આવ્યા છે જે તમને મદદરૂપ થશે જ. આ પુસ્તક દ્વારા તમે એવી વસ્તુઓ જાણશો જેનાથી તમે શાણપણની દુનિયામાં પહોંચીને ચિંતામુક્ત થશો જેમકે... ધંધાકીય ચિંતાઓને તાત્કાલિક ૫૦ ટકા કઈ રીતે ઘટાડવી ? નાણાકીય ચિંતાઓને કઈ રીતે ઓછી કરવી ? ટીકાઓને તમારા લાભમાં કઈ રીતે ફેરવવી ? થાકને દૂર કરીને સદાય યુવાન કઈ રીતે બની રહેવું ? તમારી જિંદગીમાં રોજનો વધુ એક કલાક કઈ રીતે ઉમેરવો? પોતાની જાતને નિહાળો અને જીવો... યાદ રાખો આ પૃથ્વી પર તમારા જેવું બીજું કોઈ નથી ! આ પુસ્તક તમારી પાયાની લાગણીઓ અને વિચારો સાથે સંબંધ ધરાવે છે. વાંચવામાં મજા આવે અને સરળતાથી અમલમાં મૂકી શકાય એવી વાતો અહીં કરવામાં આવી છે. તે તમને બદલી નાખશે એટલું જ નહીં તમારામાં પરિવર્તન પણ લાવશે. હવે પછી કોઈને પણ ચિંતાગ્રસ્ત જીવન જીવવાની જરૂર નથી. આ પુસ્તક જાદુઈ જડીબુટ્ટીનું કામ કરે તેવું છે જે તમારા જીવનને ચિંતામુક્ત કરી આનંદ, સુખ અને શાંતિથી ભરી દેશે. કાયમ સાથે રાખવા જેવું પુસ્તક |