Doctorni Diary Part - 1 to 13


Doctorni Diary Part - 1 to 13

Rs 10999.00


Product Code: 1272
Author: Doctor Sharad Thakar
Delivery: Generally dispatched in 3 to 5 working days time
Publication Year: 2013
Binding: Hard

Quantity

we ship worldwide including United States

Doctorni Diary Part - 1 to 13 by Doctor Sharad Thakar

"ડોક્ટરની ડાયરી' આજે પણ ગુજરાતના હજારો વિદ્યાર્થીઓને સાચા અને સારા ડોક્ટર બનવાની પ્રેરણા પૂરી પાડે છે. આજેય હજારો યુવતીઓ 'રણમાં ખીલ્યું ગુલાબ' વાંચવા માટે જીવે છે અને પ્રેમમાં નાસીપાસ થયેલી સેંકડો યુવતીઓ ડો. શરદ ઠાકરના એક ટેલીફોનીક આશ્વાસન પછી આત્મહત્યા કરવાનું માંડી વાળે છે. કારણ ? કારણ માત્ર એ જ કે ડો. શરદ ઠાકર માત્ર કલમથી નથી લખતા, પણ કસબથી લખે છે, દિમાગથી નહિ, દિલથી લખે છે ગુજરાતી ભાષામાં ડો. શરદ ઠાકરની કલમનુ મૂલ્ય શરદ ઋતુ જેવું છે. એ પોતાની કલમ દ્વારા રણમાં ગુલાબ ખીલવે છે કોઈ પણ વાર્તાને તેઓ રસપ્રદ શૈલીમાં રજુ કરે છે લેખના શીર્ષક તરીકે કવિતાની પંક્તિઓ તેમની મુખ્ય ખાસિયત રહી છે. ડો.શરદ ઠાકર વ્યવસાયે તબીબ હોવાં છતાં છે એક લોકપ્રિય અને અનોખા સર્જક પણ છે..‘દિવ્ય ભાસ્કર’દૈનિકની બુધવારની પૂર્તિ ‘કળશ’માં ‘ડોક્ટરની ડાયરી’ અને રવિવારની પૂર્તિ ‘સન્ડે ભાસ્કર’માં પ્રસિદ્ધ થતી એમની લોક પ્રિય કોલમ‘રણમાં ખીલ્યું ગુલાબ’ના લેખક ડો..શરદ ઠાકર ઘણાં વર્ષોથી શબ્દોની આરાધના કરીને એમની કલમની કરામતનો ગુજરાતી વાચકોને પરિચય કરાવી રહ્યા છે..એમાંય ખાસ કરીને યુવા વાચકોની તો એમણે પુષ્કળ ચાહના પ્રાપ્ત કરી છે. સમાજમાં જીવાતા જીવનમાંથી જડેલી વાર્તાઓ,હ્રદય સ્પર્શી પ્રસંગોને આવરી લેતાં ડો.શરદ ઠાકરનાં આજ દિન સુધી લગભગ ૩૫થી એ વધુ પુસ્તકો બહાર પડી ચૂક્યાં છે.ડો. શરદ ઠાકર માણસના દિલને સ્પર્શે તેવી વાતને ખૂબજ સરળતાથી રજુ કરે છે.તેમની કલમમાંથી હૃદયને સ્પર્શે એવી રસાળ શૈલીમાં શબ્દો સાહજિકતાથી નીતરે છે.એક સાથે એક આંખમાં આંસુ અને બીજી આંખમાં મુસ્કાન લાવવાની તાકાત આ ગુજરાતી સર્જકમાં રહેલી છે. 
 
દરેક મોટા, નાના, સ્ત્રી, પુરુષ, વિદ્યાર્થી, નોકરિયાત, ધંધાદારી વ્યક્તિ ને ગમતું મોસ્ટ પોપ્યુલર પુસ્તક એટલે "ડોક્ટર ની ડાયરી" 

There have been no reviews