Dula Kaag
મહાન કવિશ્રી દુલા ભાયા કાગ નો જન્મ ગુજરાતના મહુવા નજીક ન ગામ કાગધામ માં ૨૫ નવેમ્બર ૨૯૦૨ ન દિવસે થયેલો. ચારણ જાતમાં જન્મેલા દુલા ભાયા કાગ ફક્ત ૫ ધોરણ સુધી ભણેલા હતા. એમને એમની જમીન વિનોબાજી ભાવે ના અભિયાન માં દાન કરી દીધેલી. આવા મહાન કવિશ્રી ની પબ્લીશ થયેલ પુસ્તક એટલે કે ‘કાગવાણી’ અલગ અલગ આઠ ભાગ માં ઉપલબ્ધ છે. જેમાં ઘણા ધાર્મિક ગીતો, રામાયણ મહાભારત નાં ભાગો અને ગાંધીબાપુ ની ફિલોસોફી ની વાતો છે. ૧૯૬૨ માં દુલા ભાયા કાગને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરેલા. એ પોતે ભલે કોઈ ખાસ અભ્યાસ ના કરેલ હોય, પણ એમની લખેલ કવિતાઓ નો અભ્યાસ આજે વિદ્યાર્થીઓ સ્કુલ થી લઈને કોલેજ સુધી કરે છે. ૨૫ નવેમ્બર ૨૦૦૪ થી પોસ્ટલ ડીપાર્ટમેન્ટ માં ૫ રૂપિયાની ટીકીટ એમના પ્રતિક સાથે ની રજુ કરવામાં આવી. દર વર્ષે એમની પુણ્યતિથિ પર પૂજ્ય શ્રી મોરારીબાપુ ના હસ્તે એમના નામના ૫ એવોર્ડ પણ એનાયત કરવામાં આવે છે.