Ek Shiyalo Barafma

સમયની પાર જોઈ શકતા લેખક જુલે વર્નની રોમાંચક અને અદભુત તદ્દન નવી સહકાથાઓ. દરિયાઈ તોફાનમાં ગુમ થયેલા પુત્રને શોધવા માટે જાનની પરવા કર્યા વિના નીકળી પડેલો ૬૦ વર્ષનો એક બાપ અને ભવિષ્યને સજાવવા માટે વર્તમાનને દાવ પર મૂકીને સાથે નીકળી પડેલી પેલા પુત્રની પ્રેમિકા... જ્યારે ઉત્તર ધ્રુવીય પ્રદેશના થીજવી દેતા શિયાળાની કાતિલ ઠંડીનો અને દરિયાઈ ઝંઝાવાતોનો સામનો કરી પોતાના ધ્યેયને પાર પાડે છે તેવા આ અને બીજાં અનેક પાત્રોનો, દરિયાઈ-સફરમાં થયેલા જીવલેણ છતાં રોમાંચક અનુભવોનો તાદૃશ ચિતાર લેખકે આ દરિયાઈ-સાહસકથામાં આલેખ્યો છે. ઘટનાઓના વમળમાં ફસાઈને પણ કિનારે પહોંચતી કથા વાચકને ચોક્કસ દરિયાઈ-સફરનો અનુભવ કરાવશે. જૂલે વર્નના અન્ય કથાસાહિત્યની જેમ આ દરિયાઈ-સાહસકથા પણ વાચકને પ્રત્યેક પળે 'હવે શું થશે?'ની તીવ્ર જિજ્ઞાસા જગાડવામાં પાર ઊતરી છે. દરિયાઈ સફરની સાહસિકતાનું રોમાંચક અને દિલધડક વર્ણન એ જૂલે વર્નની આગવી વિશેષતા છે. |