Gangasati Nu Adhyatma Darshan
Gangasati Nu Adhyatma Darshan by Bhandev ગંગાસતીના ભજનો સાંભળ્યા, ગંગાસતીના ભજનો વાચ્યા, ગંગાસતીના ભજનો એકાંતમાં બેસીને ગાયા અને ગંગાસતીના ભજન પર ચિતન થયું. ગંગાસતીના ભજનો ગંગાની ધારા છે. ગંગાની ધારામાં નિમજ્જન કરીએ એટલે શીતળતા, તાજગી અને પવિત્રતા અનુભવાય છે. આ ગંગાધારામાં નિમજ્જન કરવાથી ચેતનામાં જે સ્પદનો અનુભવાયા, તે અહી પુસ્તક આકારે અભિવ્યક્ત થાય છે. ગંગાસતીના ભજનોમાં ભક્તિ ,જ્ઞાન, યોગ, સ્વરવિદ્યા, સંતમત આદિ અધ્યાત્મ પરંપરાઓના પારિભાષિક શબ્દોનો ઉપયોગ થયો છે. આ શબ્દો "ગંગાસતીના અધ્યાત્મ દર્શન" ને સમજવા માટેની ચાવીઓ છે. આ ચાવીઓ દ્વારા ગંગાસતીના અધ્યાત્મનિધિને ખોલી સકાય છે. ગંગાસતી અધ્યાત્મ દર્શન માં ગંગાસતી ના જીવન વિષે તેની આધ્યાત્મિક તા વશી ને તેના ભજન વિષે કહેવમાં આવ્યું છે આ પુસતકની મહતા અને ઉપયોગીતા સ્વીકારીએ....... કારણ આ ગ્રંથમાંથી આપણે ને ભાવ ,માર્ગદર્શન અને મદદ મળે છે. |