Gitanjali Gunjan
Gitanjali Gunjan By Prasad Brahmbhatt ગીતાંજલિ ગુંજન લેખક પ્રસાદ બ્રહ્મભટ્ટ વિશ્વ કવિ રવીન્દ્રનાથ ટાગોરના અંગ્રેજી કાવ્યસંગ્રહ ગીતાંજલિને નોબેલ પ્રાઇઝ પ્રાપ્ત થયું. એ ઘટના ભારત માટે અનન્ય ગૌરવપ્રદ ઘટના હતી. સોથી પણ વધુ વર્ષો થયાં. આ ઘટનાને એટલે વિદ્વાનોના મતે એ સંદર્ભમાં જરાયે અતિશયોક્તિ, વિના કહી શકાય કે લગભગ દોઢસો વર્ષના અર્વાચીન ભારતીય સાહિત્યની સાહિત્ય કૃતિઓ પૈકી ‘ગીતાંજલિ’ વિશ્વ સાહિત્યમાં સર્વાધિક-પ્રતિષ્ઠિત થયેલી અને ચર્ચાયેલી એકમાત્ર સાહિત્ય કૃતિ છે. અંગ્રેજી ‘ગીતાંજલિ’ પુસ્તકના સંખ્યાબંધ વિદેશી અને ભારતીય ભાષાઓની સાથે ગુજરાતીમાં અનુવાદો થવા લાગ્યા. આ સંદર્ભમાં ડો. કલા શાહે પણ લખ્યું છે કે આ પુસ્તકમાં લેખક પ્રસાદ બ્રહ્મભટે મૂળ બંગાળી કૃતિઓના આધારે ગુજરાતીમાં પદ્યાનુવાદ કરવાનો પ્રયત્ન કર્યો છે. રવીન્દ્રનાથની ગીતાંજલિ’ની રચનાઓ સમજવી સરળ નથી. ભારતીય રહસ્યવાદની, સૂકીવાદની, વેદાંતની અસર આ રચનાઓ પર અનુભવાય છે. ગુજરાતી અનુવાદના આધારે રવીન્દ્રનાથ ટાગોરની રચનાનું રહસ્ય સમજી શકે અને સોંદર્ય પ્રમાણી શકે તે માટે લેખકે પ્રત્યેક રચના પર સંક્ષિપ્ત આસ્વાદ નોંધ લખી છે. |