Jivan Sathi
Jivansathi is a book translated by Kajal Oza Vaidya from the famous book "Spouse" by Shobha De in English. 'છ બાળકોની મા, કર્તવ્યનિષ્ઠ પત્ની અને પ્રસિદ્ધ લેખિકા શોભા ડેનું માનવું છે કે લગ્ન પોતાની અંગત જિંદગી અને પોતાના જીવનસાથી, બાળકો અને સાસરાવાળાની જિંદગી વચ્ચે તાલમેલ સાધીને સમાધાનપૂર્વક જીવવાનું નામ છે. લગ્ન પહેલા અને લગ્ન પછીની પોતાની જિંદગીના બે અલગ અલગ સમયો વચ્ચે સંતુલન જાળવવાનું કામ પડકારજનક છે. સમાજની આ સૌથી વધુ વિવાદીત સંસ્થા વિશે લખાયેલાં આ રસપ્રદ પુસ્તકમાં શોભા ડેએ કહ્યું કે, લગ્નો શા માટે અને કઈ રીતે સફળ અને નિષ્ફળ થાય છે ? સમાજના સ્થાપિત અને રૂઢિવાદી દૃષ્ટિકોણ ઉપર પોતાનો વિદ્રોહી મિજાજ અકબંધ રાખીને એ આજના પરિપ્રેક્ષ્યમાં લગ્નની નવી પરિભાષા આપે છે. વિવાહીત જિંદગીમાં સામાન્ય રીતે ઊભા થતા મુદ્દા, એક તરફ પોતાની અંગત જિંદગી તો બીજી તરફ જીવનસાથી, બાળકો અને કરિયરની વચ્ચે હંમેશાં ઊભી થનારી સમસ્યાઓ, સાસુ-વહુઓની વચ્ચેનો શાશ્વાત સંઘર્ષ, સ્પષ્ટતાની જરૂરિયાત, રોમેન્સનું મહત્વ (ના, પ્રેમના પ્રદર્શનથી તમારું પુરુષત્વ નબળું નહીં પડે !) વગેરે લગ્ન સાથે જોડાયેલા કદાચ જ કોઈ મુદ્દા એવા હશે જેને આ પુસ્તકમાં લેખિકા સ્પર્શ્યા નહીં હોય. |