Kahar
Kahar By Parth Nanavati કહર લેખક પાર્થ નાણાવટી એક સરહદ, બે ફરજપરસ્ત અફસરો, સાત દિવસ અને એક મિશન....પાને પાને જગાવતું રોમાંચક સસ્પેન્સ થ્રીલર મુંબઈથી અનેક સપનાઓ લઈને આવેલો નીતિન ગાંધી. બે સરફિરા પોલીસ અફસરો સ્વાતી અને કુંપાવત. અફઘાનિસ્તાનનો વોર લોર્ડ મહમ્મદ મકસુદ, માત્ર સી.ઝેડ તરીકે ઓળખાતો એક રહસ્યમય શખ્સ. ડોન રમણીક ફળદુ, રોજર કોલિન્સ, કામિની, અને આ સૌ કોઈના જીવનને એકબીજા સાથે કોઈને કોઈ રીતે જોડતું એક ટોપ સિક્રેટ મિશન. સરકારી દસ્તાવેજોમાં જેની ક્યાંય નોંધ નથી એવું કાતિલ “ઓફ ધ બુક્સ” ઓપરેશન મે થી ઓગસ્ટ ૨૦૦૮માં જામનગરની આસપાસના વિસ્તારોમાં હાથ ધરાયેલું. "કહર"ની કહાની આ ઓપરેશનની ઝીણામાં ઝીણી વિગતો રોચક અને રસાળ શૈલીમાં વાંચકો સમક્ષ રજુ કરે છે. અશ્વિની ભટ્ટના વાંચકોને માટે કહર એ એક નવો અને સમસામયિક પર્યાય બનીને ઉભરે છે. જામનગર, મુંબઈ, કલકત્તા, જાફના, અને અફઘાનિસ્તાનના ખતરનાક વિસ્તારોમાં આકાર લેતી “કહર”ની કહાની ગુજરાતીના વાંચકોને જાફનાના એલ.ટી.ટી.ઈના ઓપરેશન્સથી લઈને અફઘાનિસ્તાનના મુજાહિદ્દીન અને તાલિબાનોના નેટવર્ક, અફીણની ખેતી અને અમેરિકન નેવી સિલ્સની સૌથી વધુ ઘાતક ટીમ ફોરની કામગીરીની ઝલક આપે છે. રસપ્રદ ચઢાવ ઉતાર અને રસાળ શૈલીમાં લખાયેલી આ નવલ વાંચકોને નિશંક એક નવીન અને જુદાજ પ્રકારનો વાંચનનો વિકલ્પ પુરો પાડે છે |