kansaat
Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
kansaat by Kalpana Palkhiwala | Gujarati Short Stories bookકણસાટ - લેખક : કલ્પના પાલખીવાલામનમાં ઘરબાયેલી પીડાનો મૌન વિસ્ફોટ.. અચાનક પવનની દિશા બદલાય અને તમારા કાન પાસેથી એક લહેરખી ક્ષણભરમાં પસાર થઈ જાય. તમે એના તરફ ધ્યાન આપો કે આ શું થઈ ગયું? સહેજ કંપન શાનું હતું? એક ધીમો અવાજ હતો શું? કે પછી પીડિત, અસંતોષી, દુ:ખી આત્માનો હળવો બબડાટ? જરા વધારે ધ્યાન આપશો, તો જણાશે કે એ કણસાટ હતો. પીડા કે જે વિસ્ફોટક રૂપે ઉજાગર થઈ, પરંતુ મનમાં જ ધરબાયેલી રહી, એ મનમાં જ શમેલા ઈન્કાર સાથે ઝીણા ઊંહકારમાં વ્યક્ત થઈ. એક કણસાટમાં. સમાજને ખૂબસૂરત 'ચટકો' ભરતી કણસાટની આ વાર્તાઓ સમાજની કદરૂપી છબી સાથે યથાર્થની સુંદરતા પણ રજૂ કરે છે. લાગણીઓની કોઈ અતિશયોક્તિ નથી, માનવમનના પોતનું વણાટ એ રજૂ કરે છે. પરિવારનાં ઉપેક્ષિત લોકોની એમાં વ્યથા છે. 'સાયપાટા' વ્યવહાર કારોબાર છોડી માનવસંબંધોમાં પ્રવેશે એની ગૂંચવણો, રસોઈકળાની વાત આવે તો Ph.D. કર્યાની અદાથી સૂચનો કરતી અને જરાયે પાછી ન પડતી સ્ત્રીઓ, ચકનાચૂર થતો પુરુષવાદ, માત્ર આંખ ભરીને થતો સાચો પ્રેમ, છઠ્ઠી ઇન્દ્રિય સજાગ થઈ મળતાં સૂચનોની અવગણના જેવી કંઈ કેટલીય વાતો આમાં છે. |