Malela J Male Chhe By Rajesh Vyas

Malela J Male Chhe By Rajesh Vyas | Gazals in Gujarati | Gujarati Gazals books(મળેલાં જ મળે છે ... લેખક રાજેશ વ્યાસ)ગઝલ એટલે કલ્પનાઓ નહીં, ગઝલ તો હ્રદયના ધબકારા છે. અનુભૂતિ છે. જીવનની અને લાગણીની, સચ્ચાઈની ચોટદાર રજૂઆત એટલે ગઝલ, ગઝલમાં વર્ણનને અવકાશ નથી. દુહામાં બે પંક્તિમાં આખી વાત આવે, શ્લોકમાં બે પંક્તિમાં આખી વાત મૂકાય. ગઝલમાં પણ એવું જ. બે પંક્તિમાં આખી વાત. લોકજીવનને લીધે દુહાના સંસ્કારો, ધર્મની હજારો વર્ષ જૂની પરંપરાને લીધે શ્લોકના સંસ્કારો... આ સંસ્કાર વારસો ગુજરાતી ગઝલનાં પાયામાં રહેલો છે. ગુજરાતી ભાષામાં ગઝલ જીવાઈ અને ઝીલાઈ તેનાં મૂળમાં આવાં કારણો છે. બાલાશંકર કંથારિયા, કલાપી, મણીલાલ નભુભાઈ દ્વારા ગઝલને અધ્યાત્મિકતા ગળથૂથીમાં મળી છે. પેઢી દર પેઢી ગઝલની ક્ષિતિજો વિસ્તરી છે. જીવનનો કોઈ એવો રંગ નથી, ભાવ નથી, જે ગઝલમાં ઝીલાયો નથી. આ સમાજમાં એક જ છત નીચે, વિખરાયેલું વિખરાયેલું જીવતાં ઘણાં કુટુંબો હશે. આ ગઝલો આજના જીવનના - સમાજના એવા જ ધબકારા છે. ખાસે છે વૃદ્ધ ફાધર, એ ઓરડો જૂદો છે, બેસે છે ઘરના મેમ્બર એ ઓરડો જૂદો છે.
|