Mikhail Stagow
Book translated in Gujarati જુલે વર્નની સમર્થ કલમે લખાયેલી આ નવલકથા મૂળભૂત રીતે પ્રવાસ દરમ્યાનનાં સાહસોની કથા છે. પૃથ્વી ઉપરના સૌથી મોટા દેશ રશિયા ઉપર વર્ષો પહેલા ઝારના નામથી ઓળખાતા સમ્રાટોનું એકચક્રી અને આપખુદ શાસન હતું. આ સમ્રાટોની પેઢીઓનો એક હજાર વર્ષનો ઇતિહાસ મોટે ભાગે રક્તરંજિત સંઘર્ષો અને પ્રજાના દારુણ શોષણથી ભરેલો છે. ૧૮૫૫ થી ૧૮૮૧ દરમ્યાન થઈ ગયેલા ઝાર અલેકઝાન્ડર બીજાના સમય દરમ્યાન બનેલી કેટલીક ઘટનાઓની આસપાસ 'મિખાઈલ સ્ટ્રગોવ'ની આ કથા ગૂંથાયેલી છે. આ ઝારે ખેડૂતો અને મજૂરોની સ્થિતિ સુધારવા માટે તથા માનવઅધિકારો સંબંધમાં અનેક સુધારાઓ જે સુધારા અતિ ધીમા અને અપૂરતા હોવાનું લાગતાં ૧૮૮૧માં એક વિદ્યાર્થીએ એની હત્યા કરી હતી. પ્રવાસની શરૂઆત કોઈ પણ વિઘ્ન વિના સરળતાથી થાય છે. પરંતુ યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં કથાનાયકે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. પોતાની હિંમત, તાકાત તથા કુશાગ્ર બુદ્ધિના સહારે જ નાયકે મુશ્કેલ સ્થિતિઓનો સામનો કરવાનો હતો. આ કથામાં દોઢસો વર્ષ પહેલાંના રશિયન સામ્રાજ્યના સાઇબિરિયામાં, કથાના નાયક અને નાયિકાની સાથે આપણે પ્રવાસ ખેડવાનો છે. |