Mont Blank
Mont Blank by Jule Vern જૂલે વર્ને લખેલી એકદમ જુદા વિષયવૈવિધ્ય ધરાવતી ત્રણ વાર્તાઓ "માસ્ટર ઝચારીઅસ', "બાઉન્ટીનો બળવો' અને "મોં બ્લાં' એકસાથે વાચકો સમક્ષ આ પુસ્તકમાં રજૂ થઈ રહી છે. આ પુસ્તકની પ્રથમ વાર્તા માસ્ટર ઝચારીઅસ આવા જ ધૂની પાત્રને કેન્દ્રમાં રાખીને આલેખાઈ છે. તેના મગજ ઉપર સવાર થયેલી વિજ્ઞાનની ગાંડી ધૂન તેની આજુબાજુની દુનિયાને ભુલાવી દે છે. જૂલે વર્ને આ વાર્તામાં વિજ્ઞાનના અતિરેકના માઠાં પરિણામોની ભવિષ્યવાણી કરવા પણ પ્રયત્ન કર્યો છે. જે હાલના સમયમાં સર્જાયેલી અનેક પર્યાવરણીય સમસ્યાઓએને જોતાં સાચી પડતી જણાઈ રહી છે. પેસફિક મહાસાગરની સુદૂરમાં આવેલા નાનકડા ટાપુ પટિકર્ન પર માનવ વસાહતીઓ કેવી રીતે પહોંચ્યા? તે માટે ૧૮મી સદીના અંત ભાગમાં બાઉન્ટી નામના બ્રિટિશ જહાજ પર થયેલી બળવાની ધટના કારણભૂત છે. જે જૂલે વર્ને વાર્તારૂપે આલેખી હતી, જે આ પુસ્તકમાં "બાઉન્ટીનો બળવો' નામે રજૂ થઈ રહી છે. સમુદ્રમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતા તેના નાવિકોથી તદ્દન વિપરીત, પળે-પળે મોતને હાથતાળી આપી યુરોપની આલ્પ્સની ગરિમાળાના સૌથી ઉત્તુંગ શિખર મોં બ્લાંને સર કરવા નીકળેલા સાહસકિની કથા "મોં બ્લાં' આ પુસ્તકની ત્રીજી વાર્તા છે. |