Mrutyu Mari Gayu
Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Mrutyu Mari Gayu by Usha Sheth 'મૃત્યુ મરી ગયું'- સત્યઘટનાત્મક નવલકથા ઉષા શેઠ 'મૃત્યુ મરી ગયું' મૃત્યુનું યથાર્થ આકલન કરતી સત્યઘટનાત્મક નવલકથા છે.નીતાના ટૂંકા આયુષ્યની કરુણ જીવનચરિત્રમૂલક નવલકથા છે.આ કથામાં લેખિકા ઉષા શેઠે કોલેજન રોગથી પીડાતી પોતાની દીકરી નીતાના સત્તર વરસનું જીવન આયખું સ્મૃતિકથા રૂપે આલેખે છે.પોતાની બાર વર્ષની પુત્રીને થયેલા અસાધ્ય વ્યાધી સામે બળપૂર્વક ઝઝૂમતા પુત્રી અને પોતે અનુભવેલા મન:સંઘર્ષની સત્યઘટનાત્મક નવલકથા 'મૃત્યુ મરી ગયું' ના આલેખનમાં અનુભૂતિની સચ્ચાઈનું સંવેદન અને કથાપ્રવાહની સહજગતિ નોંધપાત્ર છે. કોઈ પણ મા માટે વહાલસોયી પુત્રીના મૃત્યુની કથા કહેવાનું કામ અતિ કપરું છે, પણ આ મૃત્યુની કથા કરતાં જીવનની કથા વધુ છે. અને તેમાં એક સુકુમાર અને સમજદાર કન્યાની જીવન વિશેની દૃષ્ટિનાં એટલાં બધાં પાસાં ઊઘડયાં છે કે કથામાં છલોછલ કરુણતા હોવા છતાં, એનો અંતિમ સંદેશ પ્રકાશનો રહે છે. ભાષાની છટા કે શૈલીની સફાઈની જેમાં સહેજ પણ જરૂર નથી પડી એવી નર્યા નીતર્યા સંવેદનની, પ્રેમની અને મૃત્યુ ભણી જતા જીવનમાં થઈ રહેલા ઉઘાડની આ સત્યકથા સીધી હૃદયના ઊંડાણમાંથી આવી છે અને એટલે જ હૃદયને એટલા ઊંડાણથી હલાવી મૂકે તેવી છે. આ પુસ્તક વાંચનાર જીવન અને મૃત્યુ - બન્નેના ગાંભીર્ય અને સુંદરતાની વધુ નજીક પહોંચશે એવી મારી શ્રદ્ધા છે.-કુન્દનકિા કાપડીઆ |