Na Hanyate
Na Hanyate - Gujarati Translation by Nagindas Parekh | Gujarati translation of book Bengal Nights by Mircea Eliade ન હન્યતે - મૈત્રયી દેવી ( A Bengali Novel ) અનુવાદક : નગીનદાસ પારેખ વિશ્વિખ્યાત તત્વજ્ઞાની પિતાએ ભારતીય સંસ્કૃતિના એક ત્રેવીસ વરસના બલ્ગેરિયાના વિદ્યાર્થી મિર્ચા યુકિલડને પોતાને ઘેર રાખવાનો કવિયત્રી પુત્રી અમૃતા આગળ પ્રસ્તાવ મૂક્યો. ભોયતળીયે એને માટે એક ઓરડીનો ભાગ ફાજલ પાડવામાં આવ્યો. મહિનાઓ બાદ ખબર પડી કે બંને વચ્ચે પ્રેમસંબંધ વધતો આવે છે. પિતાએ મિર્ચાને ઘરનિકાલ કર્યો. કાગળપત્ર પણ ન લખનાર પશ્ચિમના એ ' મૃગયા ' -પટુ માણસને અમૃતા વરસો સુધી ભૂલી પણ ગઈ છે. પ્રૌઢ ઉમરે અવારનવાર યુકિલડ મોટો વિદ્વાન પ્રોફેસર થયો હોવાના સંકેતો મળતા રહ્યા છે. એટલું જ , આજે તો અમૃતાનો ભર્યોભાદર્યો સંસાર છે. પૌત્રપૌત્રિનો ઘરઆંગણે કિલ્લોલ છે. સાંસ્કૃતિક અને સમાજસેવાના ક્ષેત્રમાં એક ગણનાપાત્ર સ્ત્રીનેતાનું પોતાનું ગરવું સ્થાન છે ત્યાં અચાનક અમૃતાનાં આંતરજીવનમાં ભારે ભૂકંપ જેવું થાય છે. જન્મદિને - ૧૯૭૨ ના સપ્ટેમ્બરની પહેલી -ની સવારે મિર્ચાનો શિષ્ય સેરગેઇ આવેલો છે. તેને પોતે મળવા જાય છે અને તે જયારે કહે છે કે મિર્ચાની ચોપડી દ્વારા બલ્ગેરિયામાં પરીકથાની નાયિકા બની ગઈ છે ત્યારે પૂછે છે કે એ ચોપડીમાં એવું કશું તો નથી કે પોતાને શરમાવું પડે ?......... આરંભમાં લાગે છે કે આ કથા એ ઘવાયેલા સ્ત્રીત્વનો કરુણ ચિત્કાર છે.અમ્રુતાની ચેતના એક દૂરનાં દેશમાં પોતાને વિશે ચાળીસ વરસથી ચાલતા જુઠાણાના આઘાતની ઉપરતળે થઇ છે. આ અનુવાદને સાહિત્ય અકાદમીનું ૧૯૮૯નુ ઉત્તમ અનુવાદનું પારિતોષિક મળેલ છે. એક સોળ વરસની તરૂણી અને ત્રેવીસ વરસનો વિદેશી યુવક. યુવક તરૂણીનાં વિદ્વાન પિતાનો શિષ્ય છે. ગુરૂ તેનાં શિષ્યનાં રહેવા માટેની વ્યવસ્થા તેનાં ઘરમાં જ કરે છે. અવ્યક્ત પ્રેમ અધુરો રહી જાય છે. યુવતીના બીજે લગ્ન થઈ જાય છે... લાગે છે ને સ્ટોરી જાણીતી... જી હા... હમ દિલ દે ચૂકે સનમ ફિલ્મનો પ્રથમ ભાગ જેનાં પરથી પ્રેરિત હતો તે પુસ્તક એટલે મૈત્રેયી દેવી લિખિત 'ન હન્યતે'... તેનાં ખુદનાં જીવનની કથા... આત્મકથા... નવલકથા... યુવતીનો લગ્નસંસાર સુખી છે... પ્રેમ કરનાર પતિ છે, સંતાનો છે... સમયાંતરે વિદેશી યુવકના સમાચાર મળતાં રહે છે કે યુવકે એક પુસ્તક લખ્યું છે જે તેની ભારતીય પ્રિયતમાને જ અર્પણ કર્યું છે... પણ તેમાં શું છે એની વિશેષ જાણકારી નથી. આંચકો તો ત્યારે લાગે છે જ્યારે મૈત્રેયીને 1972માં ખબર પડે છે કે 1930 નાં પ્રેમ સંબંધને પ્રેમી મિર્ચા યુકલીડે પ્રેમ વિચ્છેદન બાદ તેનાં દેશમાં જઈને 1933માં પોર્નોગ્રાફિક કહી શકાય એવાં વર્ણન સાથે તેનાં પ્રેમ સંબંધને અને પ્રેમિકાને પુસ્તકમાં આલેખ્યાં છે... ફેન્ટસી સ્ટોરી... English Translation - Bengal Nights... આ અસત્યનાં જવાબરૂપે લખાયું પુસ્તક 'ન હન્યતે'... વિયોગ બાદ લગભગ તેતાલીસ વરસ બાદ બંને એક વાર ફરી મળે છે... ત્યારે યુકલીડ વિખ્યાત પ્રોફેસર અને વિદ્વાન છે. |