Nirmala
Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Nirmala by Premchand નિર્મલા લેખક પ્રેમચંદ અદ્ભુત કથાશિલ્પી પ્રેમચંદની કૃતિ ‘નિર્મલા’ દહેજ પ્રથાની પૃષ્ઠભૂમિમાં ભારતીય નારીની વિવશતાઓનું ચિત્ર કરવાવાળો એક સશક્તમ ઉપન્યાસ છે. આ ઉપન્યાસ નવેમ્બર ૧૯૨૫થી નવેમ્બર ૧૯૨૬ સુધી ધારાવાહિક રૂપમાં પ્રકાશિત થયો હતો, પરંતુ આ એટલો યથાર્થવાદી છે કે ૬૦ વર્ષો ઉપરાંત પણ સમાજની કલુષિતાઓનું આજે પણ એટલું જ સચોટ તેમજ માર્મિક ચિત્ર પ્રસ્તુત કરે છે. ‘નિર્મલા’ એક એવી અબળાની વાર્તા છે, જેણે પોતાના ભાવિ જીવનના સપનાઓને અલ્હડ કલ્પનાઓમાં એક્ઠા કર્યા, પરંતુ દુર્ભાગ્યથી એમને સાકાર ના થવા દીધા. નિર્મલાના લગ્ન પહેલાં એના પિતાનું મૃત્યુ થઈ જાય છે. આ મૃત્યુ છોકરાવાળઆઓને એ વિશ્વાસ અપાવી દે છે કે હવે એમને એટલું દહેજ નહીં મળે, જેટલાની એમને અપેક્ષા હતી. આખરે નિર્મલાના લગ્ન એક આધેડ અવસ્થાના વિધુરથી થાય છે. આ ઉપન્યાસની એક અનન્ય વિશેષતા-કરુણા પ્રધાન ચિત્રણમાં કથાનક અન્ય રસોથી પણ તરબોળ છે. |