Panch Ne Ek Panch

Panch Ne Ek Panch by Varsha Adalja કેટલીક નવલકથાઓ કાળના વહેણમાં તણાઈ જતી હોય છે તો કેટલીક શાશ્વત હોય છે. આ નવલકથા - જે તમારા હાથમાં છે - એ કાળના વહેણમાં તરતી રહી છે એનું એક અને માત્ર એક જ કારણ કે એમાં જિવાતી જિંદગીનાં નાનાં-મોટાં રહસ્યો વણાયેલાં છે. રહસ્યને જાણવાની તાલાવેલી અબાલવૃદ્ધ સૌને હોય છે. આ નવલકથાના પહેલા પ્રકરણથી જ તમને રહસ્ય-કથાઓના શહેનશાહ ગણાતા પેરીમેશનની યાદ તાજી થઈ જશે! સમયે સમયે વળાંક લેતી જિંદગી, રહસ્યોના કેટકેટલા મુકામે વટાવી આગળ ને આગળ વહી જતી હોય છે અને આખરે ક્યા રહસ્યને પામવા માટે આ જિંદગીએ આટલાં બધાં રહસ્યોમાંથી પસાર થવું પડયું છે તેનું દિલધડક અને રોમાંચક રહસ્ય તો આ નવલકથા પૂરેપૂરી વાંચશો ત્યારે જ પામી શકશો! એક વાર વાંચવાનું શરૂ કર્યા પછી પૂરેપૂરી વાંચ્યા વિના ચેન ન પડે એવી અદ્ભુત નવલકથા! |