Positive Parenting
Positive Parenting By Dr. Prashant Bhimani પૉઝિટિવ પેરન્ટીંગ લેખક ડૉ પ્રશાંત ભીમણી કહેવાય છે માતા - પિતાનો જન્મ પણ બાળકના જન્મ સાથે થાય છે. મતલબ પેરન્ટ્સની ભૂમિકા બાળકના જન્મની સાથે જ શરૂ થતી જૈવીય, મનોવૈજ્ઞાનિક અને સામાજિક પ્રક્રિયા છે પેરન્ટીંગ વિશે અનેક પ્રકારના મંતવ્યો આ વીશ્ર્વમાં પ્રવર્તે છે સાવ હળવા પ્રકારના 'અમેરિકન પેરન્ટીંગ' થી લઈને કડક શિસ્ત પ્રધાન ચાઈનીઝ 'ટાઈગર પેરન્ટ' સુધીની અનેક રેન્જના પેરન્ટસ હોય છે. ભારતીય સંદર્ભમાં સાંસ્કૃતિક નૈતિક મુલ્યો અને આધુનિક વિકાસાત્મક પાશ્રાત્ય શૈલીની વચ્ચે સેન્ડવિચ થતા માતા-પિતાઓ બાળઉછેરને લઇને ઘણી સમસ્યાઓ સામે ઝઝૂમતા હોય છે. 'પોઝિટિવ પેરન્ટીંગ' પુસ્તક એ સંતાનો અને માતા પિતા વચ્ચેની સમસ્યાઓના ઉકેલ તરફ અંગુલી નિર્દેશ કરતી 'સચોટ' સયકોલોજિકલ હેન્ડબુક છે. |