Purna Apurna - Part 1-2
Purna Apurna by Kajal Oza Vaidyaપૂર્ણ અપૂર્ણ - લેખક : કાજલ ઓઝ વૈધ વ્યક્તિ પોતે નિર્ણય નથી કરી શકતી કે એણે ક્યાં જન્મ લેવો જોઈએ, એણે શું બનીને અવતરવું જોઈએ? જેમ માણસથી ભૂલ થાય એમ ક્યારેક સર્જનહાર પણ ગૂંચવાઈ જતો હશે. આ જ વાત આપણા સમાજે શીખવાની છે! પુરુષની પૂરેપૂરી માનસિકતા ધરાવતું સ્ત્રીનું શરીર કે સ્ત્રીની સંપૂર્ણ માનસિકતા. અને નજાકત ધરાવતું પુરુષનું શરીર બહુ નવાઈની વાત નથી. આપણા સમાજનો, આપણી દુનિયાનો અને આપણે જ્યાં શ્વાસ લઈએ છીએ એ જ જગતનો હિસ્સો છે, આવા લોકો. પીંજરામાં પુરાયેલા પંખીની જેમ તરફડતા, નહીં જોઈતા શરીરમાં પુરાયેલા આત્માને મુક્ત કરી એને ઇચ્છા મુજબના શરીરમાં જીવવાનો. અધિકાર હોવો જોઈએ. |