Raghuvanshi Lohana Jati Itihas


Raghuvanshi Lohana Jati Itihas

Free Shipping

Rs 250.00


Product Code: 10540
Author: P O Sodha
Delivery: Generally dispatched in 3 to 5 working days time

Select Version::
Quantity

we ship worldwide including United States

This is the first book on Lohana community in Gujarati which covers the complete information about Loahana community. How Lohanas community originated ? Since how long they where living ? etc

Note: This is e-book with 250+ pages (download version only). The CD Rom version is also available. Please choose the correct option before you order.

Delivery Note: If you order download version then PDF file be sent at your email address within 48 hours. If you order CD Rom version then it will be delivered by courier in India & by Air Mail out of India.
 

તમે આ ઈતિહાસ જોયો છે કે?
 
હવે એવા ઈતિહાસ ફીતિહાસમાં  શું જોવીનું  હોય?
 
કેમ આપણા વડવાઓ કેવી હતા, કેમ રહેતા હતા, તેમની રહેણી કરણી કેવી હતી ?
 
એ લોકો જીવ્યા એમની રીતે અને તેમના રીતરિવાજ પ્રમાણે હશે. તેમાં  આપણે શું લેવાદેવા?
 
અરે ભાઈ આ ઈતિહાસ આપણને ઘણું બધું શીખવી શકે છે. તમારે તેનો  વિગતવાર અભ્યાસ કરવો પડે. તો  જ તમે સમજી શકો.
 
તમને ખબર છે કે લોહાણા બાવઢા શા માટે કહેવાય છે?
 
કંદ રાત, પુષ્પ ધોળા, પણ જાણે ભૂંગળી; લોહાણાની લાજ રાખી ધન્ય માતા ડુંગળી.
 
ભોવાયા પોતાના ખેલ વખતે આવા શબ્દો ઉચારે તો કોનું લોહી ન ઉકળી ઉઠે? આવા જ એક પ્રસંગે એક લોહાણાએ તે બોલનારનું  માથું કાપી લીધું હતું.
 
હાથને બાંય અથવા બાં  પણ કહેવામાં  આવે  છે. તેને વાઢી નાખનાર તે બવંધા. એટલે  કે પોતાના સગા ભાઇનો વધ કરનાર તે બાવઢા. એ  તમને ખબર છે?
 
એમાં નવાઈ નથી ભાઇનો વધ કરે તેને બવંધો જ કહેવાય.
 
ના, તો તમે સાચું સમજ્યા નથી. અહી એવો અર્થ કરવમાં આવે છે કે જો પોતાનો સગો ભાઈ પણ ખોટું કામ કરતો હોય તો તેને રોકવો જોઈએ.
 
અને જરૂર પડે તો તેનો વધ પણ કરી શકાય. એ બાબતમાં કઈ ખોટું નથી થતું. એમ સાચા અર્થમાં લવાનું છે. માટે લોહાનાને બાવંધા કહેવામાં આવે છે.
 
આવું  બધું આપણને ઈતિહાસમાંથી જ જોવામાં અન સમજવા મળે. માટે જ ઇતિહાસનું મહત્વ છે સમજ્યા?
 
હવે આપણે એક બીજી વાત લઈએ.
 
તમે  જાણો છો કે આપણે રઘુવંશી શા માટે કહેવાઈ છીએ?
 
રઘુ રાજા કોણ હતા. તેમનો વંશ શા માટે કહેવાયો  અને રામનો વંશ ન કહેવાયો?
 
રઘુ રાજા અને રામ રાજાના કામોમાં શું તફાવત હતો?
 
બને એક જ કુળના અને વંશના રાજા હતા છતાં એકનો વંશ કહેવાય અને બીજાનો ન કહેવાય તો આમાં ક્યાં સમજણ અધુરી રહે છે?
 
આવી બધી બાબતો સમજવા માટે આપણે ઈતિહાસ સમજવો જોઈએ અને તે  પણ ઊંડાણમાં.
 
અને આવો ઈતિહાસ આપણને મળી શકતો  હોય તો તે મેળવવામાંથી અને વાંચવામાંથી આપણે શા માટે અળગા રહેવું જોઈએ?  રઘુરાજાએ અને રામરાજાએ  જે જે રાજ્યો જીત્યાં તે તે તેના હક્કાદારોને પાછા સોંપી  દીધા હતા પોતે તેનો વહીવટ સંભાળવા પણ રોકાયા ન હતા. તેમને ગરીબોની સેવા પણ કરી હતી એત્લુંન જ નહી તેમને યજ્ઞો પણ કર્યા હતા પરંતુ રઘુરાજા તો વ્રદ્ધાવાસ્થામાંપોતાનુંસર્વસ્વ ગરીબોને દાનમાં આપીને વનમાં જઈને અ[કઝૂંપડી બાંધીને મુનિવ્રત દ્ગણ કરીને યોગસાધના કરતા કરતા પ્રાણ તજ્યા હતા. આમ તેની સધુવ્રતીને કરને તથા ઉદારતાને કરને તેમના વંશને રઘુવંશ કહેવામાં આવે છે.
 
અને તેથી જ તેને સારી રીતે સમજણ પૂર્વક વાંચવો અને સમજવો જોઈએ. અને આવો ઈતિહાસ આપણને મળી શકતો  હોય તો તે મેળવવામાંથી અને વાંચવામાંથી આપણે શા માટે અળગા રહેવું જોઈએ?  રઘુરાજાએ અને રામરાજાએ  જે  જે રાજ્યો જીત્યાં તે તેના  હક્કાદારોને  પાછા  સોંપી   દીધા હતા પોતે તેનો વહીવટ સંભાળવા પણ રોકાયા ન હતા. તેમણે ગરીબોની સેવા પણ કરી હતી એટલું જનહી તેમણેયજ્ઞો પણ કર્યાહતાપરંતુ રઘુરાજા તો યુવાનવયે પોતાનું સર્વસ્વ ગરીબોને દાનમાં આપીને વનમાં જઈને એક ઝૂંપડી બાંધીને મુનિવ્રત ધારણ  કરીને યોગસાના કરતા કરતા પ્રાણ તજ્યા હતા. આમ તેની સાધુવ્રતીને કારણે તથા ઉદારતાને કારણે તેમના વંશને રઘુવંશ કહેવામાં આવે છે.
 
આ સિવાય રઘુ રાજા માટેની બીજી કશી વિગત વાલ્મીકી રામાયણ, મહાભારત, ભાગવત કે કોઈ પુરાણમાં નથી મળતી. તેથી રઘુ રાજા તથા તેમના કર્યો તથા તેમના રાજ્યને લગતી કોઇપણ વિગત મેળવવામાં નિષ્ફળતા જ મળે છે.
 
કવિકુલગુરુ કલીદાસમાં યશની દુન્દુન્ભી ભારતમાં જ નહી, આખા  વિશ્વમાં આજે પણ વાગી રહી છે. કહાકાવી ગેટેએ તો ”શાકુન્તલ” નો ફક્ત અનુવાદ જ વાંચ્યો હતો અને તેઓ આનંદ વિભોર થયા હતા. તેઓએ જો મૂળમાં ”શાકુન્તલ” વાંચ્યું હોત તો શું થાત?
 
આવા કવિ વિષે  શું બોલીએ અને શું લખીએ? તેમના ગ્રંથ વિષે લખતાં  અમારી કલમ પાંગળી થઈ જાય છે. કાલિદાસ વ્યક્તિ વિષે લખતાં કલમ ચુપ થઇ જાય છે, અને તેના વિશેની માહિતી મેળવતાં અમારી બુદ્ધિ માર ખાય છે, શૂન્ય બની જાય છે. તેમના વિષયમાં અમે શું જાણીએ છીએ? કંઈ જ જનતા નથી. ટીઓ ક્યાં રહેતા હતા, ક્યાં જન્મ્યા હતા? કઈ જ જનતા નથી. તેમની આજીવિકાનું શું સાધન હતું?  કબર નથી. ટીઓ ક્યાં ભણ્યા હતા? તેમના માં-બાપ કોણ હતા? કશાની જ અમને ખબર નથી. એ જ એમના વિશેની અમારી માહિતી છે.
 
આ નકાર ઘંટડી કેમ વાગે છે? જનતા નથી, ખબર નથી, માલુમ નથી કારણ કે અમે ભારતીય હમેશાં ઇતિહાસની ઉપેક્ષા કરતા આવ્યા છીએ.  અમારા કવિ પોતાના વિશે  કડી જ કંઈ બોલતા નથી. આત્મશ્લાધા તો ટીઓ કડી જ કરતા નથી. ભારતે ઇતિહાસની બાબતમાં હમેશાં ઉદાશીનતા બતાવી છે. ઇતિહાસના સંબંધમાં રહેલી અનાસ્થાના કારણે આપને ખુબ કંઈ ગુમાવી બેઠા છીએ.
 
તેઓંના ગ્રંથો સિવાય અમારી પાસે એમના વિશે કોઈ જાણકારી નથી. જો કે અમને તો આટલી ખબર છે. પરંતુ મૂર્ખને  તોએની પણ જન હોતી નથી કે તેને શું માલુમ નથી. જે જનતા નથી તે સમજી લેવાની વ્રુત્તી  એ જ જ્ઞાન મેળવવાની શરૂઆત. કાલિદાસની અમને કંઈ પણ માહિતી નથી ત્યાંથી જ અમારે કાલીદાસને જાની લેવાની શરૂઆત કરવી પડશે. તેમન ગ્રંથોનો શોધ લેતા, તપાસ કરતા સંજય છે કે…… તેઓ રાજા વીક્રમાંદીત્યના દરબારમાં રાજકવિ હોવા જોઈએ. વિક્રમ સંવત ઈ. સ. પુ. ૫૨ થી શરુ થાય છે. તેથી કાલિદાસ આજથી ૨૦૦૦ વર્ષો પહેલા થયા હતા ત્યારથી તેમન યશના ગાણા ગવાય છે.
 
આવી જ રીતે આપણે આપણી લોહાણા જ્ઞાતિના ઇતિહાસ વિશે સાવ કંઈ જનતા નથી અને આપણને જે કંઈ જાણવા મળે છે તે પણ પુરતું નથી. અપને શોધ કરી કરીને કેટલી કરી શકીએ. આ બાબતની પણ એક લીમીટ હોય છે. આપણાં ગ્રંથો કાં તો મળતા નથી અથવા તો તમેને સળગાવી દેવામાં આવ્યા છે. જોઈએ તેટલી માહિતી મળતી નથી અને જે મળે છે તે પણ ક્રમવાર મળતી નથી. તેમ છતાં લોહાણા જ્ઞાતિનાઈતિહાસને સમગ્રરીતેઆપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે . જેમાંથી આપને લોહાણા ઇતિહાસના દર્શન થઇ શકાશે  તો પણ અમારો પ્રયાસ સફળ થયો છે તેમ માની અમારી મહેનતને  તમે બિરદાવી ન્યાય આપવા બદલ અમે આપના આભારી રહીશું.
 
પાંડવો અને કવરવો વચ્ચે કુરુક્ષેત્ર મેદાનમાં ખેલાયેલા મહાયુદ્ધ પૂરું થયા પછી શ્રીકૃષ્ણે અર્જુનને કહ્યું ”પાર્થ, તારા ધનુષ્ય બાણ લઈને પહેલાં તું રથમાંથી નીચે ઉતર પછી હું ઉતરીશ.” અર્જુનને ખુબ જ નવાઈ લાગી. કારણ કે  અત્યાર સુધી રથમાંથી પ્રથમ શ્રીકૃષ્ણ ઉતરતા હતા અને પછી અર્જુન ઉતરતો હતો. આજે શ્રીક્રુષણ આવું ક[મ મહેતા હશે! પરંતુ ત[ જયારે રથમાંથી નીચે ઉતાર્યો પછી શ્રીકૃષ્ણે રથમાંથી ધરતી પર પગ મુક્યો. એકાએક રથના પતાકોનો કપિ અદ્રશ્ય થઇ ગયો અને આખોય રથ ભડકે બળવા લાગ્યો. જોતજોતામાં તો રથના એક પછી એક ભાગ પર આગ ફેલાવા લાગી અને રથનો ધ્વજ, ધૂસરી, લગામ અને અસ્વ બધું બળીને ખાખ થઇ ગયું. સૌને  નવાઈ લાગી અને તેઓં એકીટસે રથની આસપાસ લાગેલી આગની જ્વાળા જપવા લાગ્યા. અર્જુન તો સ્તબ્ધ થઇ ગયો. એકાએક આમ કેમ બન્યું, એ કોઈને સમજાયું નહીં.
 
સવની આંખ શ્રીકૃષ્ણ પર મંડાઈ તો તેઓં તો મોન ધારીને આ ઘટના નિહાળી રહ્યા હતા. અર્જુને એમને અકળાઈને પૂછ્યું, “મુરારી, મારો દિવ્ય રથ આમ એકાએક કેમ સળગી રહો છે? યુદ્ધના મેદાનમાં બાણોની વર્ષ વચ્ચે જેને કશું થયું નહોતું, એવો રથ આવી રીતે વિનાશ પામે  તે હું સમજી શકતો નથી. હું અતિ વ્યગ્ર બન્યો છું. કૃપા કરીને મારા મનને સમાધાન આપો.”
 
શ્રીકૃષ્ણે હળવા હાસ્ય સાથે કહ્યું, “અર્જુન, આ રથ અગ્નિદેવની સંપત્તિ હતી, એ એણે પછી મેળવી લીધી છે. તારો રથ તો તેના દીવ્યસ્ત્રો સાથે ક્યારનોયે બળી ગયો હતો; પરંતુ હું તેના પર બેઠો હતો, ત્યાં સુધી એ અકબંધ રહ્યો હતો. મેં ધરતી પર પગ મુક્યો એની સાથે બ્રહ્માસ્ત્રની દાહક શક્તિથી એ ભસ્મીભૂત થઇ ગયો. તારું યુધ્કાર્યહવે પૂર્ણ થયું છે માટે.”
 
આજ રીતે આપણે જ્યાં સુધી ઈતિહાસને ઉધ્ડીને તેનું વાંચન ન કરીએ ત્યાં સુધી આપણા વડવાઓ કેવા હતા, તેમને કેવી રીતે જીવન પસાર કર્યું હતું, તેમનો સ્વભાવ કેવો હતો, તેમનો પહેરવેશ કેવો હતો, તેઓં શાથી લોહાણા કહેવાતા હતા, તેમને કેટલી અન[ કેવી અટકો હતી, વગેરે બાબતમાં આપણે બિલકુલ અંધારામાં રહીએ છીએ. જો એક વખત આપણે સમજીને ઈતિહાસ વાવ્હીએ તો આપણે ઘણું બધું જાણી શકીએ. દુર ઉભા રહીને અથવા તો ઇતિહાસથી દુર ભાગીને આપણે કઈ જ પામી ન શકીએ. તે બાબત માટે તો શ્રીક્રુષણ જેવા ઈતિહાસ પાસેથી વિગતવાર માહિતી મેળવવી જોઈએ. તો જ આપણા દરેક સવાલોના યોગ્ય ઉત્તર આપણે મેળવી શકીએ.
 
ઇતિહાસના જે સમય માટે આપણે જાણવા માંગતા હોઈએ ત[ સમયના રીતરીવાજ, રહેણીકરણી, સામાજિક સ્થિતિ, હરવા ફરવાના સાધનો, યુદ્ધના હથિયારો, ધાર્મિક જીવન, અંધશ્રદ્ધા, રાજકીય પરિસ્થિતિ, વગેરે બાબતોમાં આપણે જાણકારી મળી શકે.
 
તો શું આપ આપની જ્ઞાતિનો ઇથીહાસ વાવ્ચવાનું મન કરી શકશો અને જાણવણી કોશિશ કરશો ?
 
હવે તો સમય છે કે આ માટે આપ આપની  જ્ઞાતિનો ઈતિહાસ વાચવાની ઈંતજારી બતાવો અને જો ખરેખર જાણવા માંગતા હો તો તમારે ”રઘુવંશી લોહાણા જ્ઞાતિ ઈતિહાસ” જે પ્રભુદાસભાઈ સોઢાએ લખીને આપણે માટે તૈયાર કર્યો છે તે ખરીદીને તેમાં રસ લેવા તૈયારી અવશ્ય કરશો.
 
!! જય રઘુવંશ !!      !! જય શ્રીરામ !!

Average Customer Rating:


1 Most useful customer reviews
parth thakkar(lohana kashtriya rajput)
Jul 11, 2015
Mne khub saru lagyu ke lohana oo no itihas jani ne..mne garv 6.ke lohana kashtriya rajput 6u...amara vansh j atla bhadur hta mbe ee vat nu gaurv 6.nd i will proov that lohanas are rajput cast...nd lohana oo ne enu rajput hova nu maan mlvu joie....jay mataji..jay rajputana.jay veer jashrajsinhji ni.
Loading...Was the above review useful to you? Yes (4) / No (1)