Samruddhi Na Niyamo
Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Samruddhi Na Niyamo by Richard Templar Gujarati translation of the book The Rules Of Wealth સમૃદ્ધિના નિયમો રિચાર્ડ ટેંપલર ધ રૂલ્સ ઓફ લાઈફના આંતરરાષ્ટ્રીય બેસ્ટસેલિંગ લેખક ( Gujarati Translation of The Rules of Wealth by Richard Templar ) સમૃદ્ધિ માટેની અંગત અચાર - સંહિતા પૈસો -દુનિયાના ચક્રને એ ગતિમાન રાખે છે.ખાનગીમાં આપણે બધા જ માનીએ છીએ કે એ આપણને સુખી કરી શકે. છેવટે તો, શું એ મહાન વાત નથી કે તમારી પાસે એટલો પૈસો હોય કે તમારે કોઈ ચિંતા ન કરવી પડે ? તમારા સપનાનું ઘર કે કાર ખરીદવા માટે પુરતો પૈસો અથવા એટલો પૈસો અથવા એટલા પૈસા હોય કે તમે કેટલો ખર્ચ કરો છો એની ફિકર ન કરવી પડે .તો સમૃદ્ધ લોકો ધનવાન કઈ રીતે બને છે ? શું એમનું નસીબ બળવાન છે ? કે પછી તેઓ એવું કશુક જાણે છે જે આપણે નથી જાણતા ? હા, એવું જ છે તેઓ સમૃદ્ધિના નિયમો જાણે છે. 'સમૃદ્ધિના નિયમો' માં વર્તણૂકો, મનોવૃતિઓ, જીવનશૈલીઓ અને તમે વધારે ધનવાન, વધારે સુખી અને વધારે સમૃદ્ધ બનો એ માટેની નાણાંકીય કાર્યકુશળતાનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. પૈસા બાબતે એક સરસ વાત એ છે કે પૈસો કોઈ ભેદભાવ રાખતો નથી.તમારો રંગ કયો છે,જાતિ કઈ છે, વર્ગ કયો છે,તમારા માં-બાપે શું કર્યું કે પછી તમારા પોતાના માટે તમે શું વિચારો છો- આ બધાની પૈસો કોઈ ચિંતા કરતો નથી .એક એક દિવસ કોરી સ્લેટ સાથે આરંભાય છે.જેથી કરીને તમે ગઈકાલે ગમે તે કર્યું હોય પણ આજની શરૂઆત તદ્દન નવેસરથી કરી શકો છો. તમારે જેટલું જોઈએ તેટલું મેળવવા માટે તમારી પાસે બીજાઓ જેટલા જ અધિકારો અને તકો ઉપલબ્ધ છે જ . -કોઈ પણ માણસ શ્રીમંત બની શકે છે - તમારે માત્ર તમારી જાતને એમાં જોડવાની છે.બાકીના બધા જ નિયમો એ જોડાણ માટેના છે. |