Saraswatichandra (1 to 4)
Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Saraswatichandra (1 to 4) Govardhanram Madhavram Tripathi આ મહાનવલ ચારભાગમાં લખાયેલ છે. પહેલા ભાગમાં સરસ્વતીચંદ્ર નવલના મૂળનાયક અને કુમુદની રસિક પ્રેમકથા છે.સંસ્કૃતિકથા,દેશી રજવાડાના રાજકીય કાવાદાવ વગેરે સાથે અનેક કથાઓની ગુંથણી કરી છે.બીજા ભાગમાં ત્યાગમૂર્તિ આદર્શગૃહિણી ગુણસુંદરીના ઘર સંસારે હિંદુ અવિભક્ત કુટુંબનું વસ્તવિક ચિત્ર દર્શાવી રોગના ઉપચાર બતાવ્યા છે.ત્રીજા વિભાગમાં રાજકારણના પ્રવાહો છે. પા ત્ય અને પોર્વત્ય સંસ્કૃતિના સમન્વયની સમાલોચના છે. ચોથોભાગ નવકથાની પુર્ણારૂતિરૂપે સુંદરગીરીના સાધુલોકની કથા દ્વારા જીંદગીના અઢાર વર્ષ પ્રવૃતિમય સંન્યાસની પોતાનીભાવના છતી કરી કલ્યાણમય ગ્રામયોજના શરૂ કરી છે. પાત્રાંકનમાં અનેક થરમાં ૧૫૦ જેટલા પાત્રોમાં રાજાઓ,પ્રધાનો,ગોરા સાહેબો,મધ્યમ અને નીચલા સ્તરનાં મનુષ્યો છે. આ પાત્રોના ચિત્રણમાં તેમનુ અનુભવ જગતને ખપમાં લીધુ છે.પાત્રોનો જીવન સંઘર્ષ બે રીતે રજૂ થાય છે. (૧)આંતરિક અને (૨)બાહ્યવૃતિઓ. બંનેને ધાર બનાવવા ત્રીજો સંઘર્ષ તત્કાલિન હિંદુ સમાજ અને સંસ્કૃતિનો સંઘર્ષ છે.શ્રીગોવર્ધનરામની ઉજ્જવળ કિર્તી તો ધ્વજની માફક ફરક્યા કરશે. તેમના સ્ત્રીપાત્રો તો શેક્શપિયર અને દેન્ટીના ઉત્તમ સ્ત્રીપાત્રોની કલાએ મૂકી શકાય. આ નવલકથાના પાત્રોમાં ભવ્યો -જ્જલ દેહમાં ભારતની નાડીનો ધબકાર છે.એમાંપાત્રો,શૈલી,ચિંતન,ભાવનાનો પ્રભાવ અનેક અનુગામી લેખકોએ ઝીલ્યો છે. ગુજરાતી સાહિત્ય અને સમાજ ઉપર સરસ્વતિચંદ્રની ઉંડી અને ચિરસ્થાયી અસર પડેલી છે. |