Shrimad Bahgwat Ane Jeevan By Dr. Shyamben Thakkar
Shrimad Bahgwat Ane Jeevan By Dr. Shyamben Thakkar | શ્રીમદ ભાગવત અને જીવનડૉ. શ્યામાબેન ઠક્કર (ગાંધી) જયશ્રીકૃષ્ણ આપના લેખન ‘‘શ્રીમદ ભાગવત અને જીવન વિશેના લેખનનું વાંચન કરતા હું ખુબજ ધન્યતાની લાગણી અનુભવું છું. ‘‘શ્રીમદ્ ભાગવત અને જીવન’’માં તમોએ સમજાવેલ સુંદર, અર્થ પૂર્ણ વિચારો આપણા સમાજને નવી દિશાના સૂચક રહેશે. સમાજમાં પ્રવર્તતા ભ્રષ્ટાચાર, અનીતિ તથા કુસંગોને નાબુદ કરી, શ્રેષ્ઠ સમાજનું સર્જન કરવા માટે ભાગવત જ્ઞાનની અને ભગવદ્ ગીતા જ્ઞાનની ખુબજ આવશ્યકતા છે. અને તે જ્ઞાન તૌએ તમારી પુસ્તિકામાં સવિસ્તાર સમજાવીને સમાજને એક સુંદર ગ્રંથની અણમોલ ભેટ આપેલ છે. તમારી પુસ્તિકા સમાજની દરેક વ્યક્તિ વાંચે, જાણે, સમજે અને દરેક વ્યક્તિના જીવનમાં આધ્યાત્મિક જાગૃતિ આવે અને વાચકગણને દૈવીગુણ સંપન્નતા પ્રાપ્ત થાય એવી મારી હાર્દિક શુભકામનાઓ છે. પરમ કૃપાળુ પરમાત્માએ કહ્યું છે કે, “નર એવી કરણી કરે, જો નારાયણ બને અને નારી એવી કરણી કરે જો શ્રી લક્ષ્મી બને આ ઉક્તિ અનુસાર સાબિત થાય છે કે માનવ જીવનનું ઉત્થાન તેના શ્રેષ્ઠ કર્મથી થાય છે. આત્મ-જ્ઞાન, માનવ જીવનનો સાચો શણગાર છે. જ્ઞાન યુક્ત માનવીના કર્મમાં કલા, વાણીમાં મીઠાશ, નયનોમાં દિવ્યતા અને સંકલ્પમાં નિર્મળતા છલકાય છે. પવિત્ર વ્યક્તિત્વ અને રુહાની આકર્ષણ તેની વિશિષ્ટ પ્રતિભાનાં પરિચાયક બને છે. તમે ઉંમરગામ પુરતા વિદ્વાન નથી, પરંતુ સારા દક્ષિણ ગુજરાતમાં તો આદરણીય પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ તથા વૈષ્ણવોમાં આદરણીય છો. તમારા આ ‘‘શ્રીમદ્ ભાગવત અને જીવન’’ના લેખો લખવા બદલ તમોને કોટિ કોટિ શુભકામનાઓ! માનવ જીવનને દૈવત પ્રાપ્ત કરવા અને કરાવવાના શ્રેષ્ઠ કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય તેવી મારી હાર્દિક શુભ કામનાઓ ! પ્રભુને પ્રાર્થના કે આપ સ્વસ્થ, સુખી, શાંત, દીર્ઘ આયુષ્ય પામો. અમારા પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન! જયશ્રીકૃષ્ણ - શ્રી નગીનદાસ જે. મહેતા |