Socrates
Socrates - Manubhai Pancholi સાહિત્ય એકેડમી, દિલ્લી પુરસ્કાર પ્રાપ્ત ગુજરાતી ક્લાસિક નવલકથા | Sahitya academy winner book in Gujarati /div>
નવલકથા નાયક સોક્રેટિસ છે.પરંતુ બીજી રીતે કથાનાં મુખ્ય પાત્ર છે સ્પોશિયાની દીકરી મીડિયા અને કેસેન્દોનો પુત્ર એપોલોડોરેક્ષ આ યુગલનાં સૂક્ષ્મ પ્રેમ સંબંધ વાર્તાનુ પ્રધાન હીરસૂત્ર છે. તેમના વ્યવહાર અને સુખઃદુખના નિમિત્તે સોક્રેટિસનુ વ્યક્તિત્વ વાચકને સુસ્પષ્ટ થાય છે. મીડિયા અને એપોલોડોરસ સોક્રેટિસનાં સાચા માનસસંતાનો જેવાં છે. આ ઘરના પ્રધાન નવલકથા છે. સોક્રેટિસનુ ચરિત્ર અને યુગલની પ્રણયકથા સમાન ગતિએ ઈતિહાસ પ્રવાહ સાથે જોડાયેલી છે. ઐતિહાસિક સત્યને શ્રી દર્શક પ્રત્યક્ષ અને નાટ્યાત્મક કલા રુપ આપી એપોલોનો જીવનતંતુ લંબાવીને તેને સોક્રેટિસના જીવનતંતુ સાથે વણી લીધાં છે. ઐતિહાસિક ઘણાને કલારુપ આપી મુખ્ય વાર્તાને ગતિશીલ બનાવી આ યોજના નવલકથામાં વિરલ ગણાય છે. નવલકથા, નાટક અને નિબંધ જેવા સાહિત્યસ્વરૂપોમાં પ્રદાન કરનાર મૂર્ધન્ય સર્જક દર્શકની સર્જકપ્રતિભાનો સર્વોત્તમ આવિષ્કાર એમની નવલકથાઓમાં મળે છે. ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’, ‘સોક્રેટિસ’, ‘કુરુક્ષેત્ર’ એમની ઉત્તમ નવલકથાઓ છે. |