Socretis
Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Socretis by Manubhai Pancholi નવલકથા નાયક સોક્રેટિસ છે. પરંતુ બીજી રીતે કથાનાં મુખ્ય પાત્ર છે. એ સ્પોશિયાની દીકરી મીડિયા અને કેસેન્દોનો પુત્ર એપોલોડોરેક્ષ આ યુગલનાં સૂક્ષ્મ પ્રેમ સંબંધ વાર્તાનુ પ્રધાન હીરસૂત્ર છે. તેમના વ્યવહાર અને સુખઃદુખના નિમિત્તે સોક્રેટિસનુ વ્યક્તિત્વ વાચકને સુસ્પષ્ટ થાય છે. મીડિયા અને એપોલોડોરસ સોક્રેટિસનાં સાચા માનસસંતાનો જેવાં છે. આ ઘરના પ્રધાન નવલકથા છે. સોક્રેટિસનુ ચરિત્ર અને યુગલની પ્રણયકથા સમાન ગતિએ ઈતિહાસ પ્રવાહ સાથે જોડાયેલી છે. ગ્રીસની ભૂરચના, એથેન્સના નગરોનો પથરાટ, અનેક દ્રિપોવાળો સાંક્ડો પહોળો દરિયો, દેશન્તરની ખણો, દેવદેવીના મંદિરો અને આરધના વિધિઓ ગોપાલક, ગુલામો અને તેમના ઘણ, નૌકાયુદ્ધો,મેદાની સંગ્રમો, નગરોના ઘેરાઓ, કેદીઓની યાતના, ચળકતો વીરત્વ, એ સર્વના આસમાની વર્ણનો વાસ્તવિક અને પ્રતીતિજનક લાગે છે. ઐતિહાસિક સત્યને શ્રી દર્શક પ્રત્યક્ષ અને નાટ્યાત્મક કલા રુપ આપી એપોલોનો જીવનતંતુ લંબાવીને તેને સોક્રેટિસના જીવનતંતુ સાથે વણી લીધાં છે. ઐતિહાસિક ઘણાને કલારુપ આપી મુખ્ય વાર્તાને ગતિશીલ બનાવી આ યોજના નવલકથામાં વિરલ ગણાય છે. |