T.A. Shikho Jindagi Jito
Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
T.A. Shikho Jindagi Jito By Dr. Jitendra Adhiya શીખો જીંદગી જીતો લેખક ડૉ જીતેન્દ્ર અઢિયા જિંદગીની શતરંજમાં, પાસા એવા પાડો જીતો બાજી તમે, છતાં એને પણ જીતાડો T.A.શીખો જિંદગી જીતો ડો. જીતેન્દ્ર અઢિયા Transactional Analysis હવે ગુજરાતીમાં જિંદગીની શતરંજમાં , પાસા એવા પાડો, જીતો બાજી તમે , છતાં એને પણ જીતાડો. જિંદગી એક મહાનાટય છે. એમાં પણ એન્ટ્રી , મધ્ય ભાગ અને એક્ઝિટ હોય છે. એ નાટકમાં આપણી પટકથાનું મોટા ભાગનું લખાણ આપણા જન્મ પછીના પહેલા પાંચ વર્ષમાં જ લખાઈ ચુક્યું હોય છે. બાકીનો અઢાર વર્ષની ઉમર થતા સુધીમાં આપણે જાતે જ જાણ્યે અજાણ્યે લખી નાખ્યે છે. અને પછી આપણે એ પટકથાને જીવવાનું શરૂ કરીએ છીએ .- એને સંપૂર્ણ વફાદાર રહીને જ . જેવી પટકથા , એવું જ જીવન . આપણી સફળતા-નિષ્ફળતા -હાર-જીત એ બધું જ આપણી પટકથા મુજબનું હોય છે. આપણી પટકથા એ જ આપણાં વ્યક્તિત્વનું રહસ્ય છે. જો જિંદગી જીતવી હોય, જિંદગીમાં બદલાવ જોઈતો હોય તો પટકથા બદલવી પડે. તમે એ કામ કરી શકો તેમ છો. પણ પડકાર એ છે કે આ પટકથા અદ્રશ્ય હોય છે. T.A.ની મદદથી આપણે આપણી આ પટકથા જાણી શકીએ છીએ અને એને બદલી પણ શકીએ છીએ .જિંદગીને એ લોકો જ જીતી શકે છે કે જેની પટકથા એક વિજેતાની હોય. |