Tamara Mrityu Par Kon Aansu Saarse?
Tamara Mrityu Par Kon Aansu Saarse? by Robin Sharma Translation of Who will cry when you die in Gujarati.
શું તમને એવું લાગે છે કે જિંદગી હાથમાંથી બહુ ઝડપથી સરકતી જાય છે અને તેથી અર્થ, આનંદ અને સંતોષપૂર્વક જીવન જીવવાની તક હવે કદાપિ નહિ મળે ? જો ખરેખર એમ હોય તો નેતૃત્વ ગુરુ " ધ મંક હું સોલ્ડ હીઝ ફેરારી " ગ્રંથમાળાના લેખક રોબીન શર્મના આ ખાસ પુસ્તકે લાખો લોકોના જીવનપરિવર્તન કર્યાં છે. એ માર્ગદર્શિકા દીવાદાંડી બની તમારા જીવનને પણ એક નવા ઉજ્જવળ માર્ગ પ્રતિ દોરી જશે...આ માર્ગદર્શિકા વાંચવામાં સરળ છે પણ જ્ઞાનસભર છે. એમાં જીવનની સૌથી જટિલ સમસ્યાઓના સોએક જેટલા સરળ ઉકેલો આપ્યા છે. ચિંતા અને માનસિક તણાવોને દૂર કરવાની અલ્પજ્ઞાત પદ્ધતિથી લઈને જીવનમાં સ્થાયી વારસાનું નિર્માણ અને જીવનયાત્રાનો આનંદ માણવાનો અસરકારક માર્ગનો તેમાં સમાવેશ છે. |