Tartu Mahanagar
Tartu Mahanagar by Jule Vern એ એક તરતું મહાનગર જ હતું. એની વિશાળતા અને ભવ્યતાને કારણે એને અનસિંકેબલ એટલે કે કદી ડૂબે નહીં એવી ગણવામાં આવતી હતી. આજથી સો વર્ષ પૂર્વે બનેલી એ સ્ટીમર 'ટાઇટેનિક' હતી. એની પહેલી અને છેલ્લી સફર હતી ૧૯૧૨ના જાન્યુઆરીની ચૌદમી તારીખના દિવસે. તરતા હીમખંડ સાથેની ટક્કર ટાઇટેનિક અને તેમાં મુસાફરી કરી રહેલા પંદરસોથી વધુ મુસાફરો માટે જળસમાધિનું કારણ બની. એ ગોઝારી ઘટનાના લગભગ પચાસ વર્ષ પહેલાં ફ્રેન્ચ વિજ્ઞાનકથા લેખક જૂલે વર્ને તરતા મહાનગર જેવી મહાકાય સ્ટીમરની એવી જ કરુણાતિંકાની કલ્પના કરતી આ કથાનું સર્જન કર્યું હતું. ઉપરાંત એની સાથે દરિયાઈ મુસાફરીના રોમાંચ, તકલીફો તથા અન્ય પળોજણો ઉપરાંત સૌંદર્યસમ્રાટ નાયગરાના અપ્રતિમ રૌદ્રરમ્ય સ્વરૂપની ગાથા પણ જોડાયેલી છે. 'તરતા મહાનગર'ની આ કથા ઇંગ્લેન્ડના લીવરપુલ બંદરથી શરૂ થઈ આટલાન્ટિક મહાસાગર પાર ન્યૂ યોર્ક અને ત્યાંથી કેનેડાના નાયગરાના જળધોધ સુધીની છે. એમાં વિજ્ઞાન કે ટેક્નોલોજી છે, તો શુકન-અપશુકનનો વહેમ પણ છે. સાથે માનવમનના રાગદ્વેષ, વેરઝેર તથા પ્રેમ અને મૈત્રીના ભાવો પણ છે. રોમાંચક સાહસકથા |