Ughadya Dwar Antarna
Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Ughadya Dwar Antarna by Eileen Caddy હૃદયના અવાજને અનુસરશો તો તમામ પ્રશ્નોના ઉકેલ મળી જશે. દરેક વ્યક્તિએ આત્મસંયમ રાખતાં શીખવું પડે છે અને તે જેટલું જલદી શીખી શકાય, તેટલું જીવન વધારે સરળ બને છે. શરૂઆતમાં આત્મનિયંત્રણ ઘણું અઘરું અને મહેનત માગી લેનારું કામ લાગે છે. કારણ કે તમારું મન જેને માટે તૈયાર ન હોય તેવી ઘણી ચીજો માટે તમારે પરાણે કરવી પડે છે. પોતાની જાતને ઘણી બાબતોમાં `ના' કહેતા શીખવું પડે છે, પણ જો તમે તમારી દૃઢતા જાળવી રાખશો તો તમારી અંદર જલદી શાંતિ સ્થપાઈ જશે. પોતાની જાતને કાબૂમાં રાખવી અને કોઈ પણ ચીજ કરતી વખતે સતર્ક હોવું, ક્યાં, પોતાની નબળાઈ છે તે શોધી કાઢવું – આ બધું સારું છે અને યોગ્ય પણ. આ માટે તમે પોતાનામાં ક્યાં કેવા પરિવર્તનની જરૂર છે તેની નોંધ પણ રાખી શકો – લખી શકો. જેથી જરૂર પડે ત્યાં એ પરિવર્તન કરી શકાય. ક્યારેક કોઈ નિર્બળતાને જીતી ન શકાતી હોય, શક્તિ ઓછી પડતી હોય તો ગભરાઓ નહીં. હું હંમેશાં તમારી સહાય માટે હાજર છું. શા માટે મને એક સાદ કરતા નથી ? |