Vidhyarthi Ghadtar Kathao
Vidhyarthi Ghadtar Kathao by Mukul Kalarthi ગિલ્લી-દંડા કે સંતાકૂકડીની જગાએ ભલે વડિયો ગેઇમે આજના બાળકો પર પોતાની પકડ જમાવી દીધી હોય, તો પણ ગિલ્લી-દંડા કે સંતાકૂકડીની રમતમાં જે સામૂહિક અને સહિયારો આનંદ મળતો, એવા સાચુકલા આનંદથી આજનું બાળજગત વંચિત રહી ગયું છે એ કડવી વાસ્તવકિતા છે. એ જ સ્થિતિ બાળકોના સંસ્કાર ધડતર માટેની પૂરકવાચન સામગ્રીમાં જોવા મળે છે. ઇલેક્ટ્રોનિક મૅગેઝિનમાં કાર્ટૂન નેટવર્ક, પોગો, હંગામા કે ડિઝની જેવી બાળકથાઓએ આજના બાળકને ઘેલું લગાડયું છે, પણ એમાં જીવનમૂલ્યો કે સંસ્કાર ઘડતરની વાર્તાસામગ્રીનો સમૂળગો છેદ ઊડી ગયો હોય તેમ જોવા મળે છે. આ કથાઓ વાંચન દ્વારા બાળકોનાં જીવનમાં સાહસ, ધૈર્ય, ધાર્મિક સહિષ્ણુતા, સત્યપ્રેમ, ઉદારતા, નીતિ મક્કમતા, સહનશીલતા અને રાષ્ટ્રપ્રેમ જેવા ઉમદા ગુણો કેળવાશે અને તેમને ભવિષ્યમાં દેશના જવાબદાર નાગરિક થવાની પ્રેરણા મળશે. આજની આધુનિક પેઢીના બાળકને આવતીકાલ માટે સજ્જ અને સક્ષમ કરવા આ ભવ્ય કથાવારસો જરૂર વંચાવો. |