Vyaj No Varas

Vyaj No Varas by Chunilal Madiya વ્યાજનો વારસ (ગુજરાતી નવલકથા) ચુનીલાલ મડિયા નાયક વિનાની નવલકથાના પ્રયાસરૂપ ચુનીલાલ મડિયાનું કથાસર્જન. નવલકથાનાં સ્થાપિત ધોરણોથી જુદી પડવા છતાં આ કૃતિ પ્રમાણમાં સુશ્લિષ્ણ છે. ઉમાશંકર જણાવે છે તેમ, 'કથાની ખરી નાયિકા તો છે લક્ષ્મી, વ્યાજનો પૈસો. એનો નાયક છે ગામડાનો ગરીબ સમાજ.' આભાશાની મિલકતના એકમાત્ર વારસ યુવાન રિખવનું ઓચિંતું મૃત્યુ થતાં આભાશાની મિલકત પચાવવા અને બચાવવાના ઉઘામાઓ શરૂ થાય છે અને ત્યારે લક્ષ્મીનો સાચો ઉપયોગ તીર્થરૂપ વ્યક્તિઓ મારફત એક માત્ર સમાજ કરી શકે એમ છે-એવા મુખ્ય વિચારનો છેવટે કલાત્મક ઘાટ સર્જાય છે. સૌરાષ્ટ્રના ધીરધાર કરનારા કુટુંબની આ ખટપટલીલામાં ક્યારેક આયાસનો પુટ વર્તાય છે; તેમ છતાં સૌરાષ્ટ્રના સમાજજીવનને એની બધી પ્રાદેશિક લાક્ષણિકતાઓ સાથે કાવ્યાત્મક ગદ્યમાં જે અભિવ્યક્તિ મળી છે તે અત્યંત નોખી છે. |