You Can Heal Your Life (Gujarati)
You Can Heal Your Life (Gujarati) by Lausi L H તમે તમારા જીવનને સ્વસ્થ અને સુખી રાખી શકો છો ' જો તમે થોડી માનસિક કસરત કરવા તૈયાર હો તો ચોક્કસ માનજો કે ગમે તે દર્દ મટી શકે છે.' આ 'બેસ્ટસેલિંગ' પુસ્તકે લાખો લોકોની જિંદગીને બદલી નાખી છે, એ પણ જાતે જ ખુદની દવા બનીને, આપણી તંદુરસ્તીનેસ્વસ્થતા ઉપર આપણું મન કેવી ધારદાર અસરો ઉપજાવી શકે છે તે વાત સુંદર રીતે જણાવતું આ પુસ્તક આપણને મનઅને શરીરના સબંધને ખૂબ જ ઊંડાણથી સમજાવે છે. લેખિકા આપણા શારીરિક રોગોને અને અસ્વસ્થતાને તેના મૂળસોતાતપાસીને આપણા વિચારો અને કલ્પનાઓ માટે બાધારૂપ બનતી વાતોને સરળતાપૂર્વક સમજાવી માર્ગ બતાવે છે. આ પુસ્તકમાં વિચારો અને આયોજનો છે જેણે જગતના લાખો લોકોની જિંદગીને બદલી નાખી છે. આ જાતે કરી શકાયતેવી માર્ગદર્શિકા તમારી જિંદગીને પણ મૂળથી બદલી નાખશે. દરેક પ્રકરણ એક હકારાત્મક વાતથી શરૂ થાય છે. જીવનનાએ હિસ્સા ઉપર જયારે તમારું મન એકાગ્ર હોય ત્યારે આ હકારાત્મક વાતનો ઉપયોગ અત્યંત જરૂરી છે.
આપણી માનસિક લાગણીઓ આપણા શરીર અને આપણા જીવનમાં મોટાભાગની સમસ્યાઓ પેદા કરે છે. જો તમે તમારાવિચારો બદલી નાખશો તો તમે તમારા જીવનને સ્વસ્થ અને સુખી રાખી શકશો |