Yugdrashta Maharaja by Baba Bhand યુગદ્રષ્ટા મહારાજા લેખક બાબા ભાંડ સયાજીરાવ ગાયકવાડના જીવન પાર આધારિત નવલકથા 'યુગદષ્ટા મહારાજા' ખેડૂત પરિવારના પ્રયોગશીલ રાજાના ચરિત્ર પર આધારિત,ઐતિહાસિક દસ્તાવેજ શોધીને તેનું સંશોધન કરીને લખેલી રાજકીય નવલકથા છે. બ્રિટીશોએ ભારતીય રાજાશાહી પર માંડલિકની ઘૂસરી નાખીને રાજાઓને બધી દીધા હતા ત્યારે વડોદરાના સયાજીરાવ ગાયકવાડે ચતુરાઈપૂર્વક ક્રાંતિકારી સ્વાતંત્ર્યવીરોને અને સમાજ સુધારકોને પીઠબળ પૂરું પડેલું.એ જ રીતે રાજાશાહીનું લોકશાહીમાં રૂપાંતર કરવાનો સાહસિક પ્રયોગ કરીને નવભારતના ઘડતરના પાયા નાખેલા. જનતાને મતદાનનો અધિકાર,ગ્રામપંચાયતની સ્થાપના, ફરજીયાત પ્રાથમિક શિક્ષણના કાયદા,વાચ્નાલયની સ્થાપના,અસ્યપૃશ્યતા, વેઠિયાગીરી,બાળવિવાહ પ્રતિબંધક કાયદા, રાજ્યમાં સમૃધી વધારવાના માર્ગો, પુરવઠો,જમીનસુધારણા, આરોગ્યસેવા,ઉધોગવ્ય્વ્સાય માટેનું શિક્ષણ,કાયદાનું સામાજીકીકરણ અને પારદર્શી પ્રશાસન સાથે જનમાધ્યમનો અસરકારક ઉપયોગ જેવા અનેક માર્ગોથી વિધાયક રાજનીતિનો આદર્શ નમુનો પૂરો પડ્યો.નાગરિકોમાં સાહિત્ય અને કળા પ્રતેય અભિરુચિ જાગે એ માટે અને કલાકારોને રાજ્યાશ્રય દેવા માટે ખાસ પ્રયત્ન કાર્ય.સફળ રાજપુરુષ,કુશળ પ્રશાસક અને વિચારશીલ દ્રષ્ટિ જેવા અસાધારણ ગુનો મહારાજમાં હતા જ;પરંતુ અસ્તિત્વની સમસ્યા સર્જાતા પ્રસગોને મહાત કરવા માટે જરૂરી પ્રબુદ્ધી પણ એમણે સંપાદન કરી હતીઆથી આ ચરીત્રકથનને પ્લેટોના ' ધ રિપબ્લિક' , રામચંદ્ર પંત અમાત્યના ' આજ્ઞાપત્ર ' જેવા આઠુંનીક રાજ્યોપનીષદનું સ્વરૂપ પ્રાપ્ત થયું છે. |