101 Vishwvikhiyat Bharatiyo

101 Vishwvikhiyat Bharatiyo by poonam Valera ૧૦૧ વિશ્વવિખ્યાત ભારતીયો - લેખક : પૂનમ વલેરા Vishwvikhiyat vyaktitvo shreni by poonam Valera વિશ્ચની સૌથી પ્રાચીન સંસ્કૃતિઓમાંની એક હોવાના કારણે ભારત પાસે હજારો વર્ષનો ઇતિહાસ છે અને સ્વામી વિવેકાનંદના કહેવા મુજબ મહાપુરુષોની બાબતમાં તો ભારતને વરદાન મળેલું છે. ભારતમાં દરેક યુગ અને કાળમાં સમગ્ર સંસારને માર્ગદર્શન આપી શકે તેવા મહામાનવોએ જન્મ લીધો છે, માટે કોઇ એક પુસ્તકમાં ભારતમાં જન્મેલા તમામ મહાપુરુષોનો સમાવેશ કરવો શક્ય નથી. એમાં પણ ફક્ત 101 મહામાનવોની યાદી કરીએ તો કયા નામો લેવા અને કયા નામો છોડી દેવા તે નક્કી કરવું અત્યંત મુશ્કેલ કાર્ય છે. છતાં પણ પુસ્તકના ફોર્મેટને ન્યાય આપવા અહીં ફક્ત 101 વિશ્ચવિખ્યાત ભારતીયોનો પરિચય કરાવાયો છે. આ 101 વ્યક્તિત્વો જ વિશ્ચપ્રસિદ્ધ છે, એવું માનવાને કોઇ કારણ નથી. જુદા જુદા ઇતિહાસકારો અને વિદ્વાનોએ ભારતના મહામાનવો પર લખેલાં પુસ્તકોનો અભ્યાસ કરી આ યાદી બનાવેલી છે.
|