Amar Bharat
Amar Bharat by Amish Tripathi | Gujarati edition of book Immortal India: Articles and Speeches by Amish અમર ભારત - લેખક : અમીશ ત્રિપાઠી | યુવા દેશ, સમયાતીત સભ્યતા | ભારત દેશ, જે એક સંસ્કૃતિ અને સભ્યતાના ઉદયનો સાક્ષી રહ્યો છે, તેણે અન્ય અનેક સંસ્કૃતિઓને સતાં અને ઘૂળમાં ભળી જતાં જોઈ છે. તેની પર અનેક આક્રમણો પણ થયાં. તેની પ્રશંસા થઈ તો ટીકા પણ થઈ, પરંતુ હજારો વર્ષોથી ઇતિહાસની અનેક આંટીઘૂંટીઓ પછી આજે પણ તે હયાત છે અને અનેક સદીઓના પતન પછી એક વાર ફરી આ સભ્યતા એક નવી સવાર તરફ આગળ વધી રહી છે. આજનામવર્ષ, ભારત, હિન્દુસ્તાન , ઇન્ડિયા. નામ બદલી શકીએ, પણ આ મહાન દેશનો આત્મા અમર છે. અસરદાર લેખો, ગહન વક્તવ્યો અને બૌદ્ધિક ચચઓિની આ શ્રેણી દ્વારા ભારતને એક નવી દૃષ્ટિકોણથી જોવા-સમજવામાં અમીશ તમારી મદદ કરે છે. ધર્મ, પુરાણ, પરંપરા, ઇતિહાસ, સમકાલીન સામાજિક આદશા, પ્રશાસન અને નૈતિક મૂલ્યો જેવા વિષયો પર પોતાના ઊંડા જ્ઞાનને આધારે અમીશ “ અમેર ભારત : યુવા દેશ , સમયાતીત સભ્યતા’ પુસ્તકમાં રસપ્રદ રીતે આધુનિક દૃષ્ટિકોણની. સાથે સાથે પ્રાચીન સંસ્કૃતિની પણ વિસ્તૃત અને સહજભાવે વાત કરે છે. ‘અમીશ... એક અસાધારણ, મૌલિક અને આકર્ષક દૃષ્ટિકોણની સાથે એક ગહન વિચારશીલ વ્યક્તિ છે. |