Amitabh Bachchan
Free Shipping Above 699/-
Worldwide Fast Shipping by Courier
70+ Payment Options
Amitabh Bachchan By Saumya Bandyopadhyay અમિતાભ બચ્ચન લેખક સૌમ્ય વાંધોપધ્યાય થોડાં વર્ષો પહેલાં એક સમાચાર પત્રમાં એક ફિલ્મી સામયિક માટે જાહેરાત પ્રગટ થઈ હતી. એમાં એક વાક્ય હતું: “આગળ વધીને અમે અમિતાભ બચ્ચન જેટલી ઉંચાઈએ પહોંચવા માગીએ છીએ.” આ વાક્યમાં નિહિત અર્થ સ્પષ્ટ છે, અમે સફળ થવા ઇચ્છીએ છીએ, પણ એ સફળતા કેવી હશે? એ સફળતા હશે એક એવા વ્યક્તિત્વને આંબે એવી કે જેનું નામ છે, અ-મિ-તા-ભ બચ્ચન. જેને પ્રાપ્ત કરવા લોકો તરસતા હોય, જેને પામવાનું હરકોઈનું સ્વપ્ન હોય એવી સફળતા કેવી રીતે મેળવી શકાય? આટઆટલા લોકો અભિનય કરે છે પણ એમાંથી અમિતાભ બચ્ચન એક જ કેમ બને છે? તેની પાછળ કયાં પરિબળો કામ કરતા હોય છે? આવું દુર્લભ વ્યક્તિત્વ ઘડવા માટે એક મજબૂત કૌટુંબિક બંધન કેટલું અને કેવી રીતે સહાયક બનતું હોય છે એથવા તો નથી બની શકતું? મૂળ વાત એ છે કે અમિતાભ બચ્ચન જેવું વ્યક્તિત્વ કેવી રીતે સર્જાય છે તે જાણવાની માનવ સહજ જિજ્ઞાસા આજકાલની નથી, અનંત કાળની છે. સૌમ્ય વંધોપાધ્યાય આ પુસ્તકના પ્રત્યેક પૃષ્ઠ પર આ જ શોધતા રહયા છે. સાવ સાધારણ ચહેરો ધરાવતી વ્યક્તિએ ફિલ્મી દુનિયામાં ધીરેધીરે પોતાને સર્વશ્રેષ્ઠ સાબિત કરી અને ફિલ્મના ક્ષેત્રમાં હોવા છતાંય ફિલ્મો સાથે સંકળાયેલા લોકોથી પોતાનું જુદાપણું જાળવી રાખી- પોતાને અલગ રાખી- પોતાની આસપાસ એક આભાવલય રચી દીધું. અમિતાભ બચ્ચનનું વ્યક્તિત્વ હેલીના ધૂમકેતુ જેવું છે, જે સદીમાં એક જ વાર જોવા મળે છે સદીના મહાનાયક, ચુંબકીય વ્યક્તિત્વ, બહુમુખી પ્રતિભાના સ્વામી, ઉમદા માનવ, એક જીવંત કિવદંતિ. યુગપ્રભાવી, વિરલ, વિશિષ્ટ અભિનેતા અમિતાભ બચ્ચનનાં જીવનનું ઉમદા, વિસ્તુત, પ્રભાવી. કલાત્મક આલેખન બાંગલા પત્રકાર અને લેખકશ્રી સૌમ્ય વંદોપાધ્યાયે કરેલ છે, જેનો ગુજરાતી અનુવાદ આપની સમક્ષ બકુલ દવે દ્વારા પ્રસ્તુત છે. અમિતાભ બચ્ચનનાં વ્યક્તિત્વનાં વિવિધ પાસાં, જીવન અનુભવ, સિનેમા-સફર, સંઘર્ષનો વાસ્તવિક અરીસો વાચક સમક્ષ શબ્દદેહ દ્વારા પ્રસ્તુત કરેલ છે |