Antriyaal


Antriyaal

Rs 300.00


Product Code: 18977
Author: Ashok Damani
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2022
Number of Pages: 126
Binding: Soft Cover
ISBN: 97895556132

Quantity

we ship worldwide including United States

Antriyaal by Ashok Damani | A 21st century story taking shape in the mind of a modern couple.

અંતરિયાળ - લેખક : અશોક દામાણી 

આધુનિક દંપતીના મનમાં આકાર લેતી ૨૧મી સદીની કથા.

અશોક દામાણીની આ કથા “અંતરિયાળ' એક વિચારશીલ અને સંવેદનશીલ મહિલા સરકારી અધિકારી અપર્ણા જોષી અને તેના ગાયનેકોલૉજિસ્ટ પતિ સુકેત જોષીના સહિયારાં દાંપત્યજીવન તથા રહસ્યમય પૂર્વજીવન વિશેની કથા છે, શિક્ષિત, આધુનિક જોષીદંપતી , પોતાના પ્રોફેશનલ કમિટમેન્ટસને કારણે સતત વ્યસ્ત રહેતાં હોઈ એકમેકને પૂરેપૂરાં ઓળખી-પિછાણી શકે એ પહેલાં તો વર્ષો વહી ગયાં છે, અંગત સમયમાં પણ અવારનવાર પરસ્પરના વ્યવસાયિક પ્રશ્નો અને નૈતિક સમસ્યાઓ જ બંનેને ઘેરી વળે છે. પરિણામે પોતપોતાનાં જીવનની કેટલીક મહત્ત્વની ખાનગી બાબતો એકમેકથી છાની રહી જાય છે.
                 આધુનિક દાંપત્યજીવનની આ વિડંબના છે. આ કથા પતિ-પત્ની વચ્ચેની અંતરંગ પળોમાં પ્રગટતાં પરસ્પરનાં રહસ્યોને વાર્તાપ્રવાહમાં એવી રીતે સાંકળે છે કે અંગત અને જાહેરજીવનની સીમાઓ તૂટીને સમાજના વ્યાપક પ્રવાહો સાથે ભળી જતી વરતાય છે. બ્યુરોક્રસીઅને પ્રજાએ ચૂંટેલી સરકારના  પ્રતિનિધિઓ વચ્ચેના સંબંધની એક વિરૂપ સચ્ચાઈનો પર્દાફાશ કરતી અપર્ણા સતત પ્રજા પ્રત્યેની પોતાની જવાબદારી અને મંત્રીઓની સંવેદનહીનતા વચ્ચે શટલ થતી રહે છે. વિચારપ્રધાન રચના હોઈને પણ આ અત્યંત રસપ્રદ કૃતિ છે, વાચક ઉપર આરંભથી , અંત લગી પકડ જમાવી રાખતી આ કુટુંબકથા એ.કવીસમી સદીના ગુજરાતની ઝડપભેર પલટાતી સમાજવ્યવસ્થાની કેટલીક ચોંકાવનારી તસવીરો ઝીલે છે. સમાંતરે, આ કથા સત્તાનશીન રાજકારણીઓના પ્રજા સાથેના ઉપેક્ષાભર્યા વ્યવહારોને કારણે કથળતાં જતાં ગુજરાતી સમાજજીવનનું પણ વાસ્તવિક અને દાહકચિત્ર રજૂ કરે છે. આમ, પરસ્પર એકમેકનાં આંતરવિશ્વોને જોડવા મથતાં આ આધુનિક દંપતીના ચિત્તના અંતરિયાળ પ્રદેશોમાં વિહરતી
                         આ કથા એકવીસમી સદીના યુવા ગુજરાતીઓને જરૂર આકર્ષી શકશો. અશ્વિની ભટ્ટ જેવા, મેઇન સ્ટીમ વાચકવર્ગને કથાસામગ્રી પીરસતા કેટલાક લેખકો પાસે પોતાના કથાવસ્તુને વિરોની જે ઝીણવટભરી ચોકસાઈ જોવા મળે છે તેનાં કેટલાક સંકેતો આ લેખકની રચનાઓમાં પણ જોઈ શકાય છે.


There have been no reviews