Anubhuti Vishwa
Anubhuti Vishwa | Our thoughts about God have been taking shape since we were little. Thoughts about the truth of the Creator of the world change into conviction according to our different perceptions. | Gujarati book about factual experiences that give an overview of the incomprehensible element. અનુભૂતિ વિશ્વ અકળ તત્વની ઝાંખી કરાવતા સત્યઘટનાત્મ્ક અનુભવો. આપણે નાનાં હોઈએ ત્યારથી ઈશ્વરસંબંધી આપણા વિચારો આકાર લેતા હોય છે. જગતના રચયિતાની સત્યતા અંગેના વિચારો આપણી વિવિધ અનુભૂતિ પ્રમાણે પ્રતીતિમાં બદલાતા રહે છે. આપણા જીવનમાં એવું પણ લાગતું હોય છે કે આપણને કોઈ અકળ તત્ત્વની ઝાંખી કરાવે છે. ક્યારેક ન ધાર્યું હોય એવું બને કે ક્યારેક જે ધારેલું હોય બરાબર તેવું જ બનતું હોય છે. માનવમન - કોઈ પણ અન્ય લાગણી કરતાં `અનુભૂતિ’ને સૌથી વધુ મહત્વની માને છે. મનમાં થયેલી એવી અનુભૂતિની દિવ્ય શક્તિમાં જ આપણો વિશ્વાસ શાશ્વત રહેતો હોય છે. સંસારની વિવિધ અનુભૂતિઓમાંથી પસાર થયેલાં મહાનુભાવોના આ સત્યઘટનાત્મક અનુભવો તમને અનોખા ભાવવિશ્વમાં લઈ જશે. |