Avismaraniya Bhag 7
Avismaraniya Bhag 7 By Isha Kundanika અવિસ્મરણીય ભાગ ૭ લેખક ઈશા કુન્દનિકા શ્રી કુન્દનિકાબેન કાપડિયા ૧૯૬૨માં નવનીત (ગુજરાતી ડાયજેસ્ટ)' માં શરુ થયેલ મેગેઝીનનું સંપાદનકાર્ય સંભાળતા. દેશ-વિદેશની અનેક ભાષાઓમાંથી ચૂંટેલી અને અપાર વિષયવૈવિધ્ય ધરાવતી સામગ્રી તેમાં પ્રગટ થતી હતી જેમાં નવલિકા-નવલકથા, સત્યકથા, કાવ્યો, નિબંધો, જીવનચરિત્રો-આત્મકથાઓ, સાહસ, પ્રવાસ, પ્રકૃતિ, ઇતિહાસ, રાજકારણ, સંસ્કૃતિ,વિજ્ઞાન, ટૂંકી વાર્તાઓ, લેખો જેવાં વિવિધ વિષયો તેમાં આવરી લેવાતા હતા અને દરેક અંકમાં કોઈ વિખ્યાત પુસ્તકનો વિશેષ રીવ્યૂ અપાતો . નવનીત'ના કુલ ૨૨૮ અંકો બહાર પડેલા. તેમાંથી પણ કાળજીપૂર્વક ચૂંટેલી સામગ્રીની પુસ્તક-શ્રેણી એટલે 'અવિસ્મરણીય સમગ્ર શ્રેણીમાં ઘણું ખરું વિશ્વસાહિત્યના વિવિધ વિષયોનાં જાણીતાં પુસ્તકોના સંક્ષેપ આપવામાં આવ્યા છે. નામ મુજબ ખરેખર 'અવિસ્મરણીય' કહી શકાય એવાં મૂલ્યવાન પુસ્તકોમાંનું એક જે તમને વાંચવાની ખરેખર મજા આવશે. |