Benazir


Benazir

Rs 750.00


Product Code: 19063
Author: Navin Vibhakar
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2023
Number of Pages: 300
Binding: Soft
ISBN: 9789395556118

Quantity

we ship worldwide including United States

Benazir by Navin Vibhakar | Life story of former Pakistan's prime minister Benzir Bhutto. | All best seller Gujarati biography books available.

બેનઝીર - લેખક : નવીન વિભાકર 

પાકિસ્તાન – એક સમયના ભારતવર્ષનો – આઝાદીની સમજૂતીના ભાગરૂપે આપી દેવામાં આવેલો દેશ.

               14મી ઑગસ્ટ, 1947ના રોજ અંગ્રેજોની ગુલામીમાંથી અને ભારત સાથે ઝઘડીને આઝાદી તો મેળવી, પરંતુ એ આઝાદીનો ઉપયોગ પોતાના દેશવાસીઓના હિતમાં કરી આજે પણ પાકિસ્તાન અમન અને પ્રગતિ મેળવી શક્યું નથી. ભારત જ્યારે આઝાદીનાં 75 વર્ષની તેજસ્વી ભવ્ય ઉજવણી કરી રહ્યું છે, ત્યારે પાકિસ્તાન આજે પણ પોતાની સ્થિરતા અને અસ્તિત્વ માટે ઝાંવા નાંખી રહ્યું છે. આ કમનસીબ દેશને ઉગારવા માટેના અનેક પ્રયત્નો થયા છે. આવી કઠિન પરિસ્થિતિઓ વચ્ચે પણ પાકિસ્તાનને ઉગારવાના પ્રયત્નો કરવામાં મોખરે રહ્યો છે, ભુટ્ટો પરિવાર.
                     આઝાદીના 20મા વર્ષે 1967માં ઝુલ્ફીકાર અલી ભુટ્ટો દ્વારા પાકિસ્તાનની પ્રજાના હિત માટે પાકિસ્તાન પીપલ્સ પાર્ટી(PPP)ની સ્થાપના કરવામાં આવી. ચાર બાળકોના પિતા એવા ભુટ્ટોની ઉંમર ત્યારે માત્ર 39 વર્ષની હતી. સમય જતાં તેઓ પાકિસ્તાનના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન પણ બન્યા. તેઓ રાજનેતા તરીકે પાકિસ્તાનનું નસીબ ચમકાવે એ પહેલાં જ 1979માં તેમને માર્શલ લૉ લાદીને ફાંસી આપવામાં આવી. ભુટ્ટોના સૌથી મોટાં દીકરી બેનઝીરની ઉંમર ત્યારે માત્ર 26 વર્ષની હતી.
                    પાકિસ્તાનની હાલકડોલક થતી રાજનીતિમાં બેનઝીર ઉપર મોટી જવાબદારી આવી. અમેરિકાની હાવર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી ચૂકેલાં તેજસ્વી એવાં બેનઝીર પણ કાંઈ ગાંજ્યાં જાય એવાં નહોતાં. ભુટ્ટો પરિવારનું લોહી તેમની રગોમાં પણ દોડતું હતું. ભાગ્યની દીકરી ગણાયેલાં બેનઝીરે પોતાની કુશળતાથી બાજી સંભાળી લીધી અને પાકિસ્તાનનાં પહેલા અને એકમાત્ર મહિલા વડાંપ્રધાન પણ બન્યાં. એક પછી એક બનતી ઘટનાથી ભરપૂર આ કથા એક એવી વીરાંગનાની છે, જેણે પોતાનું સર્વસ્વ ગુમાવીને પણ જીવનના છેલ્લા શ્વાસ સુધી લડત આપી. સત્યઘટનાત્મક આ કથાના અનેક અજાણ્યા પ્રસંગો તમને પણ ચોંકાવી દેશે.


There have been no reviews