Bharat Na 121 Vyakti Vishesh
Bharat Na 121 Vyakti Vishesh By V Ramanuj ભારત ના ૧૨૧ વ્યક્તિ વિશેષ લેખક વી રામાનુજ Gujarati book about top 121 successful persons of Indiaભારતનાં ૧૨૧ વ્યક્તિવિશેષ પ્રજાનું ગૌરવ છે તેનું પ્રજાકીય અસ્મિતાને ગૌરવવંતી કરતી સામુદાયિક પ્રવૃત્તિઓની સિદ્ધિમાં, પણ તેના દીપસ્તભો બની રહે છે એ પ્રજાના જ ખમીરની વ્યક્તિગત અભિવ્યક્તિ સમા 'જ્યોતિર્ધરો'. વિવિધ ક્ષેત્રે કેટલીક વિશિષ્ટ વ્યક્તિઓ પોતાની આગવી વ્યક્તિગત પ્રતિભાથી અને પોતાના વિશેષ પુરુષાર્થથી આગળ ઊપસી આવે છે ને ગિરિમાળાનાં શિખરોની જેમ પ્રજાનાં ગૌરવશિખરો બની રહે છે. સંતો, સાહિત્યકારો અને કલાકારો, ઉદ્યોગવીરો, વિજ્ઞાનીઓ અને લોકસેવકો પ્રજાજીવનનાં સૌ ક્ષેત્રોમાં પૂરતી જ સિદ્ધિ અને પ્રામિ સાધી છે એમ નથી પરંતુ તેમની એ સિદ્ધિનું ફળ સમગ્ર પ્રજાને પ્રાપ્ત થયું છે. આથી જ આ મહાનુભાવો આપણા સૌના પ્રજાસમસ્તના દીપસ્તભો અને લોકસત્ત્વના પ્રતિનિધિઓ બની રહે છે. વ્યક્તિ તરીકે તેમનું દર્શન અલગ અલગ અને ઉન્નત છે, પણ તેમની પ્રતિભાઅને પ્રયત્નોએ સમગ્ર દેશને સીંચ્યો છે અને સમૃદ્ધ કર્યો છે.એમની સિદ્ધિઓ અભિનંદનીય છે, એમનાં ચરિત્રો પ્રેરક છે, એમનાંવ્યક્તિત્વો સ્મરણીય, અનુકરણીય, આદરણીય અને ગૌરવપ્રદ છે. આપણને સૌને જીવન જીવવા પથદર્શક બની રહેશે. |