Bituu Varta Kahe Chhe


Bituu Varta Kahe Chhe

Rs 150.00


Product Code: 16536
Author: Na
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2017
Number of Pages: 70
Binding: Soft
ISBN: 9789385260711

Quantity

we ship worldwide including United States

Bituu Varta Kahe Chhe By Lata Hirani

બીટુ વાર્તા કહે છે લેખક લતા હિરાણી 

Develop art of storytelling into your child.

બાળકને બારાખડી શીખવીએ છીએ. પ્રભુની પ્રાથર્ના  અને ગણિતના દાખલા શીખવીએ છીએ. પણ ક્યારેય બાળકને એ કહેતા નથી કે તું સાચે જ અદ્દભુત છે. આ બાળક એ આ વિશ્વમાં આવેલો એક નવીન અને વિશિષ્ટ શક્તિપુંજ છે. એને વિમાન, અવકાશયાન કે રેલગાડીની ઓળખ આપીએ છીએ; પણ એને પોતાની ઓળખ મળે એવું કશું કરતાં નથી. આને પરિણામે બાળકનું વ્યક્તિત્વ બહારની વાતો અને સ્થૂળ વિગતોથી ભરાઈ જાય છે.અને તેનો માહિતી સંચય  જ એનો માપદંડ બની રહે છે.
બાળકને એ શીખવવું જોઈએ કે તું આ જગતમાં વિરલ અને વિશિષ્ટ છે. તારી પાસે કામ કરી શકે એવા બે મજબૂત હાથ છે, દોડી શકે એવા સરસ મજાના પગ છે. જગતને જોઈ શકે એવી સુંદર આંખો છે, મધુર સંગીત સાંભળી શકે એવા મજાના કાન છે, કંઈ કેટલાય કરતબ શીખી શકે એવી આંગળીઓ છે. કેટલું બધું છે તારી પાસે !
બાળકને એમ કહીએ છીએ કે આ બધાંને કારણે તું અનોખો છે ? તારામાં ક્ષમતા છે, શક્તિ છે. તું વિશિષ્ટ છે અને તેથી તારે મોટા થઈને તારી વિશિષ્ટતા મેળવવા માટે કોઈ બીજાને નુકસાન પહોંચાડવાનું નથી. ચાલો, આપણે બાળકને એના ભીતરમાં પડેલી શક્તિઓની ઓળખ આપીએ. 


There have been no reviews