Career Development Parna Vishwana Shresth Pustako Mathi Shu Shikhva Male Chhe
Career Development Parna Vishwna Shresth Pustako Mathi Shu Shikhva Male Chhe by Darshali Soni. Carrier Guidance book in Gujarati. કેરિયર ડેવલપમેન્ટ પરના વિશ્વના શ્રેષ્ઠ પુસ્તકોમાંથી શું શીખવા મળે છે. વિશ્વના ટોચના મોટિવેશનલ લેખકોના કેરિયર ડેવલપમેન્ટ પરના ૧૦ બેસ્ટસેલર પુસ્તકોનો વિચારસાર. આ પુસ્તકમાં અંગ્રેજીમાં કેરિયર ડેવલપમેન્ટ પર લખાયેલા જગવિખ્યાત ૧૦ પુસ્તકોનો સાર અથવા અર્ક સરળ ગુજરાતી ભાષામાં આપવામાં આવ્યો છે. આ તમામ પુસ્તકોના મળી કુલ ૪૦૦૦ જેટલા પાનાઓમાંથી જે શીખવા જેવું છે તે આપને આ એક જ પુસ્તકમાંથી મળી રહેશે. દરેક વ્યક્તિને ઉજ્જવળ કેરિયર બનાવવાની મહેચ્છા હોય છે. સચોટ અને યોગ્ય માર્ગદર્શન મળે તો કેરિયરના વિકાસમાં વેગ મળે છે. આ પુસ્તક માત્ર નોકરી શોધતા હોય તેવા લોકો માટે જ નથી પણ કારકિર્દીના કોઈપણ પડાવે રહેલો વ્યક્તિ કઈ રીતે વધુ પ્રતિષ્ઠિત અને વધુ પૈસા મળે તેવી કેરિયર કઈ રીતે મેળવી શકે તેની ટિપ્સ આ ક્ષેત્રનાં વિશ્વના ધુરંધર લેખકો આપે છે. |