Time Management Parna Vishwana Shresth Pustako Mathi Shu Shikhva Male Chhe
Time Management Parna Vishwana Shresth Pustako Mathi Shu Shikhva Male Chhe by Darshali Soni | Compilation of ideas about time management from worlds best motivational speakers. ટાઇમ મેનેજમેન્ટ પરના વિશ્વના શ્રેષ્ઠ પુસ્તકોમાંથી શું શીખવા મળે છે? - રજૂઆત: દર્શાલી સોની (વિશ્વના ટોચના મોટિવેશનલ લેખકોના ક્રીએટિવિટી પરના ૧૦ બેસ્ટસેલર પુસ્તકોનો વિચારસાર.) આ પુસ્તકમાં અંગ્રેજીમાં ટાઈમ મેનેજમેન્ટ પર લખાયેલા જગવિખ્યાત ૧૦ પુસ્તકોનો સાર અથવા અર્ક સરળ ગુજરાતી ભાષામાં આપવામાં આવ્યો છે. આ તમામ પુસ્તકોના મળી કુલ ૪૦૦૦ જેટલા પાનાઓમાંથી જે શીખવા જેવું છે તે આપને આ એક જ પુસ્તકમાંથી મળી રહેશે.આ પુસ્તકમાં ટાઈમ મેનેજમેન્ટ પરના વિશ્વના પ્રથમ માનતા ક્લાસિક પુસ્તકનો સાર આપવામાં આવ્યો છે તો સાથે સાથે બ્રાયન ટ્રેસી, સ્ટિફન કોવી, ડેવિડ એલન, રોબર્ટ કોચ જેવા દિગ્ગજ લેખકોએ ટાઈમ મેનેજમેન્ટ ઉપર લખેલા પુસ્તકોનો સાર આપવામાં આવ્યો છે. જો સમય હંમેશા તમારી આગળ દોડતો જણાય તો થોડો સમય કાઢી આ પુસ્તક વાંચી જુઓ આપ સમયને પકડી જ નહીં શકો પણ એનો યોગ્ય ઉપયોગ કરતા શીખી જશો. |