Vedo Ni Amar Kathao
Vedo Ni Amar Kathao By Darshali Soni વેદો ની અમર કથાઓ - લેખક : દર્શાલી સોની - Veda story book in Gujarati Sanskrut sahitya vaibhav shreni by Darshali Soni જગતભરના તમામ પ્રાચીન સાહિત્યની સરખામણીમાં દેવભાષા સંસ્કૃતમાં લખાયેલું સાહિત્ય ખૂબ વધુ સમૃદ્ધ છે. જીવન કે સંસ્કૃતિનું એકપણ પાસુ એવું નથી જેનું આલેખન આ સાહિત્યમાં ન હોય. ‘સંસ્કૃત સાહિત્ય વૈભવ શ્રેણી’ દ્વારા વાચકો આ વૈભવને માણી શકશે. આ શ્રેણીમાં સંસ્કૃત સાહિત્યના મહાગ્રંથોમાં પીરસાયેલા જ્ઞાનને કથાઓના માધ્યમથી પ્રસ્તુત કરવામાં આવ્યું છે, જેથી દરેક વય અને સ્તરના લોકો તેને માણી શકે. કથાઓની સાથે જે તે ગ્રંથના બોધને પણ સરળતાથી સમજી શકાય તે રીતે સંકલીત કરી રજૂ કરવામાં આવ્યો છે. સંસ્કૃત સાહિત્ય વૈભવ શ્રેણી’ સંસ્કૃતમાં રચાયેલા સાહિત્યનો નીચોડ નથી ફક્ત ઝલક છે, પ્રસાદ છે, આચમન છે. આ આચમન પણ આપને શબ્દોથી રચાતા એક નવા જ વિશ્ચની સફર પર લઇ જાય છે, તો આવો કરીએ સંસ્કૃત સાહિત્યના બ્રહ્માંડની સફર. |