Chand Ke Paar


Chand Ke Paar

Rs 400.00


Product Code: 18567
Author: Na
Delivery: Generally dispatched in 3 to 5 working days.
Publication Year: 2021
Number of Pages: 170
Binding: Soft
ISBN: 9789390572304

Quantity

we ship worldwide including United States

Chand Ke Paar by Panna Trivedi | Gujarati book | Journeys of biographies of world famous female poets.

ચાંદ કે પાર - લેખક : પન્ના ત્રિવેદી 

જગતની પ્રસિદ્ધ કવયિત્રીઓના જીવનકાવ્યની યાત્રા.

ચાંદ કે પાર ચલો...
પરંપરાએ નિયત કરી આપેલ વિશ્વમાં ‘સ્ત્રી’ શબ્દ સાથે ‘સૌંદર્ય’નો સંદર્ભ ત્વચાની જેમ જોડવામાં આવ્યો છે. સામાજિક સંદર્ભે પણ સ્ત્રી મહદઅંશે પુરુષ દૃષ્ટિકોણથી મૂલવતી આવી છે. જો સ્ત્રી પુરુષની અર્ધાંગિની હોય તો એમ કઈ રીતે બને કે અડધું અંગ આઝાદ રહે ને અડધું ગુલામ? એક્સ બરાબર વાય થાય તો વાય બરાબર એક્સ શા માટે નહીં? વાત કેવળ મનુષ્યપ્રધાન સમાજની શા માટે નહીં?
                  આ એક એવું વિશ્વ છે જ્યાં દેશ-પ્રદેશ જુદાં છે, સમયખંડ જુદા છે, આબોહવા જુદી છે... પણ આ સ્ત્રીઓ જ્યારે કલમ ઉપાડે છે ત્યારે કાગળ પર અવતરતી વેદના એક સરખી! બસ, જમીનના ટુકડાઓના નામ બદલાય છે, ઘર અને ભૂમિકાઓ બદલાય છે પણ આઝાદ હવાનું એક સપનું આંખોમાં કેદ રહે છે. જે ‘ઘર’ને શણગારવામાં તેની જાત અને જિંદગી બંને ઘસી જાય છે તે ઘરની તકતી પર ક્યાંય તેનું નામ નથી હોતું!
             આ પુસ્તક એક બારણું છે દુનિયાની પ્રસિદ્ધ કવયિત્રીઓનાં કાવ્યઘરમાં પ્રવેશવાનું અને ચાંદની સફરનાં સહયાત્રી બનવાનું ઇજન પણ. સૌંદર્યની પેલે પારની એક યાત્રા – ચાંદ કે પાર ચલો...


There have been no reviews