Dariya Ne Khole Part 1 - 2 - 3
Dariya Ne Khole Part 1 - 2 - 3 by Devshankar Mehta | Gujarati Historical story book on Okha.દરિયા ને ખોળે ભાગ 1 - 2 - 3 લેખક : દેવશંકર મહેતાઈ.સ.૧૮૫૭ સ્વાતંત્ર્ય યજ્ઞમાં અનેક નામી-અનામી વીર-વીરાંગનાઓ હોમાઈ ગયાં છે એમાંયે ઓખાનો સ્વાતંત્ર્ય જંગ અનોખો હતો. વાઘેર- વાઘેરાણીઓનો રણરંગ અલૌકિક હતો. ઓખાનો સાચો ઇતિહાસ તો વાઘેરાણીઓનાં ગળામાં સચવાયો છે. લેખકે ‘દરિયાને ખોળે' મહાનવલકથામાં તેમની મતિબુદ્ધિ અનુસાર ઓખાનો તેમજ વાઘેરોનો ઇતિહાસ આલેખ્યો છે. લોકકથાઓ કહે છે કે વાઘેરો ક્યારેય પરતંત્ર નહોતા બન્યા. ધરતીના પટ પર ક્યાંય જોવા જડે નહિ એવું પ્રજારાજ ઓખામાં આદિકાળથી ચાલતું હતું. રાજા રણછોડરાય વાઘેરોના મોવડી માણેકો રણછોડરાયના રાજના વડા ચોકિયાત માનતા. સિંહાસન પર રણછોડરાયની મૂર્તિ પધરાવીને માણેકી દેવના નામે રાજ ચલાવતા. વાઘેરાણી પણ વાંકમાં આવેલા ઓખાના ભાવિ રાજા મૂળુ માણેકના ગાલ ઘુમરડી શકતી. સામાન્ય વાઘેર પણ જોધા માણેકને બેધડક સાચાં વેણ કહી શકતો. જોધો માણેક વૃદ્ધ વાઘેરની અદબ કરતો. ઓખામંડળમાં ચાનું પારાજ અંગ્રેજોને કણાં પેઠે ખટકતું હતું. નારી નિત રંડાય, નર કો દિ' રંડાય ના; ઓખો રંડાયો આજ, મરતાં માણેક મૂળવો.
|