Dial D For Don (Gujarati Edition)
Dial D For Don By Neeraj Kumar ડી ફોર ડોન લેખક નીરજ કુમાર Inside Stories of CBI Case Missions દિલ્હીના પૂર્વ પોલીસ કમિશ્નર અને CBIના પૂર્વ જોઈન્ટ ડાયરેક્ટર નીરજકુમારે તેની 37 વર્ષ લાંબી કારકિર્દી દરમિયાન અનેક આતંકવાદી મોડયુલ્સને નાકામ બનાવ્યા છે અને રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સ્તરે કામ કરતી ગેંગના પૂર્વઆયોજિત કાવતરા નિષ્ફળ બનાવ્યા છે. તેમણે ભારતની લગભગ દરેક ઈન્ટેલીજન્સ એજન્સી સહીત ઇન્ટરપોલ, FBI અને ન્યુ સ્કોટલેન્ડ યાર્ડ જેવી આંતરરાષ્ટ્રીય એજન્સીઓ સાથે કામ કર્યું છે. નીરજકુમારે CBIના નવ વર્ષ લાંબા કાર્યકાળ દરમિયાન અનેક મિશનમાં ભાગ લીધો છે. તેમાંથી સૌથી વધુ મહત્વપૂર્ણ ગણાય એવા અગિયાર કેસને અલગ તારવીને અપરાધના મૂળ સુધી પહોંચવા માટે CBIએ કરેલી કાર્યવાહીની દિલધડક દાસ્તાન રજૂ કરી છે. * ભારતના અપરાધજગત અને CBIની કામગીરીનું એક અનોખું સરવૈયું. - અરુણ પુરી About Writer Neeraj Kumar: નીરજ કુમાર દિલ્હીના ભૂતપૂર્વ કમિશનર છે, અને તે હાલમાં બીસીસીઆઇના એન્ટી-ડેપરેશન એન્ડ સિક્યુરિટી યુનિટ (એસીએસયુ) ના મુખ્ય સલાહકાર છે. તેઓ 1982 માં દિલ્હીમાં એશિયન ગેમ્સ માટે પોલીસ વ્યવસ્થા માટે જવાબદાર હતા, અને ડેપ્યુટી કમિશનર (ક્રાઇમ) તરીકે તેમણે સરકારી લોટરીમાં બહુ-કરોડ કૌભાંડનો ખુલાસો કર્યો હતો. પાછળથી તેમણે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન અને ડિરેક્ટર જનરલ (પ્રીઝન્સ) તરીકે સેવા આપી હતી, જ્યારે તેમણે કેદીઓના ઉત્કર્ષ માટે અનેક પહેલ રજૂ કરી હતી. |